Qualitative and Quantitative Research Aptitude Quiz

માત્રાત્મક અને ગુણાત્મક સંશોધનની પ્રશ્નોત્તરી 

  

Online Quiz
Q1.ઇન્ટરવ્યુ મેથડ એ નીચેનામાંથી કઈ સંશોધન પધ્ધતિ છે?
ગુણાત્મક સંશોધન
માત્રાત્મક સંશોધન
ઐતિહાસિક સંશોધન
A અને B બંને

Q2.ગુણાત્મક સંશોધન એ ....... છે?
આગમનાત્મક
આત્મલક્ષી
સમગ્રલક્ષી
તમામ

Q3.ક્યાં સંશોધનની સામાન્યીકૃતતા ઓછી હોય છે?
ગુણાત્મક
માત્રાત્મક
બંનેની
કોઈપણ નહીં

Q4.ક્યાં સંશોધનમાં નમુનાનું કદ મોટું હશે?
ગુણાત્મક
માત્રાત્મક
બંનેની
કોઈપણ નહીં

Q5.માત્રાત્મક સંશોધન એ ....... છે?
આગમનાત્મક
અનાત્મલક્ષી
સમગ્રલક્ષી
તમામ

Q6.માત્રાત્મક સંશોધન એ ....... નથી?
આગમનાત્મક
આત્મલક્ષી
પ્રક્રિયાલક્ષી
તમામ

Q7.ઓબ્ઝર્વેશન મેથડ એ ક્યાં પ્રકારનું સંશોધન છે?
ગુણાત્મક સંશોધન
માત્રાત્મક સંશોધનો
નૃવંશશાસ્ત્રીય સંશોધન
તાત્વિય ઘટનાકીય

Q8.કારણ-તુલનાત્મક પધ્ધતિએ નીચેનામાંથી કઈ સંશોધન પધ્ધતિ છે?
ગુણાત્મક સંશોધન
માત્રાત્મક સંશોધન
ઐતિહાસિક સંશોધન
સર્વેક્ષણાત્મક સંશોધન

Q9.Quasi-Experimental method ને સમાન નીચેનામાંથી શું હોય શકે?
Experimental Research
Ex-Post facto Research
Historical Research
Co-relation Research

Q10.સહ-સબંધાત્મક પધ્ધતિએ નીચેનામાંથી કઈ સંશોધન પધ્ધતિ છે?
ગુણાત્મક સંશોધન
માત્રાત્મક સંશોધન
વ્યક્તિ અભ્યાસ સંશોધન
A અને B બંનેા

(સૌ પ્રથમ સ્વમૂલ્યાંકન કરવું હિતાવહ)

Google Formમાં અહીથી Quiz આપી શકાશે અને તમે આપેલા સાચા-ખોટા જવાબની માહિતી મળી રહેશે. Click Here

ઉપરોક્ત પ્રશ્નોની સંખ્યા મુજબ જ ગુણ રાખવામાં આવેલ છે.(UGC NET અને GSETની તૈયારી કરતાં વિધાર્થીઓ તે મુજબ 2 સાથે ગુણાંકન સમજીને ગણતરી કરવી)

 

સંખ્યાત્મક/માત્રાત્મક સંશોધન
(Quantitative Research)

Ø  સંખ્યાત્મક માપન પર આધારિત – સંખ્યા કેન્દ્રમાં

Ø  મોટા નમૂના પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે છે.

Ø  પરિણામોની સામાન્યિકૃતતા વધુ હોય છે.

Ø  ઝડપથી લાગુ પાડી શકાય છે.

Ø  નિગમનાત્મક, અનાત્મલક્ષી, કેન્દ્રિત અને પરિણામલક્ષી સંશોધન છે.

Ø  સર્વેક્ષણ, કારણ-તુલનાત્મક, સહસબંધાત્મક, પ્રાયોગિક વગેરે પધ્ધતિઓ સંખ્યાત્મક સંશોધન પધ્ધતિઓ છે.

Ø  Experimental Research – નિયંત્રિત & Quasi-Experimental – અનિયંત્રિત (Ex-Post facto Research)

 

 

ગુણાત્મક સંશોધન
(Qualitative Research)

Ø  ગુણ પર આધારિત સંશોધન છે - શબ્દ કેન્દ્રમાં છે.

Ø  બહુપધ્ધતિય રીતે વિસ્તૃત અને શાબ્દિક માહિતી એકત્ર કરી તેનું અર્થઘટન કરવામાં આવે છે.

Ø  વ્યક્તિ વ્યક્તિએ બદલાય છે. (Case Study – વ્યક્તિ અભ્યાસ)

Ø  સમય વધુ લાગે છે.

Ø  મળતા પરિણામોની સામાન્યિકૃતતા ઓછી હોય છે.

Ø  આગમનાત્મક, આત્મલક્ષી, સમગ્રલક્ષી અને પ્રક્રિયાલક્ષી છે.

Ø  વ્યક્તિ અભ્યાસ, ઐતિહાસિક, તાત્વિક ઘટનાકીય, નૃવંશશાસ્ત્રીય વગેરે ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.

Ø  ઇન્ટરવ્યુ મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ, ફોકસગૃપ મેથડ પણ ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.