NCTE (National Council of Teacher Education)
રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ
- ભારત સરકારની એક સંસ્થા છે.
સ્થાપના : 1973 (ગેરબંધારણીય રીતે)
પણ 1993ના 73માં બંધારણીય સુધારા પછી બંધારણીય રીતે 17 ઓગસ્ટ 1995માં સ્થાપના
થયેલી.
મુખ્ય કાર્યાલય : દિલ્હી
- આ પરિષદ શિક્ષકોની શિક્ષણ સબંધિત તમામ સમસ્યાઓનો અભ્યાસ કરે છે, ત્યારબાદ તેનું સમાધાન કરવાની સલાહ આપે છે.
- પરિષદનું નિર્માણ 55 સભ્યો સાથે થયું હતુ.
- જેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સચિવનો સમાવેશ થાય છે.તેમનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે જ્યારે અન્ય સભ્યોનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે.
(શિક્ષણ વિભાગના સચિવ, વિશ્વવિધાલય અનુદાન આયોગના સચિવ, રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને
પ્રશિક્ષણ પરિષદના નિર્દેશક, શિક્ષણ વિભાગમાં ભારત સરકારના નાણાં સલાહકાર,ભારત સરકાર દ્વારા પસંદગી પામેલ
શિક્ષક શિક્ષણના ક્ષેત્રના 4 વિશેષજ્ઞ, ભારત સરકાર દ્વારા પસંદગી પામેલા રાજ્ય સરકારના
પ્રતિનિધિ, ક્ષેત્રિય સમિતિના ચેરમેન)
પૂર્વીય ક્ષેત્રિય સમિતિ –
ભુવનેશ્વર
પશ્ચિમી ક્ષેત્રિય સમિતિ – ભોપાલ
ઉતરી ક્ષેત્રિય સમિતિ – જયપુર
દક્ષિણી ક્ષેત્રિય સમિતિ –
બેંગલુરુ
મુખ્ય કાર્યો :
- શિક્ષક શિક્ષણના ક્ષેત્રમાં અધ્યયન કરી કેન્દ્ર સરકાર, પ્રાંતિય સરકાર અને UGC ને સલાહ પ્રદાન કરે છે.
- શિક્ષક શિક્ષણના સંબંધમાં નીતિ નિયમોનું નિર્ધારણ કરે છે અને તેને લાગુ કરવાની અને તેને ક્રિયાન્વિત કરવાની જવાબદારી પણ હોય છે.
- સમયે સમયે સામાજિક ગતિવિધિઓ,આવશ્યકતાઓ અભ્યાસ આકરી પાઠયક્રમમાં તે મુજબનો ફેરફાર કરવાનું કાર્ય કરે છે.
- શિક્ષક શિક્ષણને પ્રોત્સાહિત કરવા તેમની ગુણવત્તામાં નિરંતર વૃધ્ધિ કરવા હેતુ જુદા જુદા કાર્યક્રમ કરે છે.
- શિક્ષક શિક્ષણ મેળવવા ઇચ્છુક વિધાર્થીઓ માટે ન્યૂનતમ યોગ્યતાઓનું નિર્ધારણ કરે છે, તેમજ તેની સાથે સબંધિત અભ્યાસાર્થીની પસંદગી પ્રક્રિયા હેતુ પોતાની સલાહ આપે છે.
- શિક્ષક શિક્ષણ સંસ્થાઓને માન્યતા આપવી.
- શિક્ષકોની પસંદગી માટેની શૈક્ષણિક લાયકાતો નક્કી કરવી.
- શિક્ષક શિક્ષણના પ્રાઈવેટાઇઝેશન પર પ્રતિબંધ લગાડવો.
- સંસ્થાની જવાબદારી માટે ગ્રેડિંગ મૂલ્યાંકન પધ્ધતિ વગેરે નક્કી કરવી.
- શિક્ષક શિક્ષણ સબંધિત દરેક ક્ષેત્રમાં ફી, શિષ્યવૃતિને નિર્ધારિત કરવાનું કાર્ય પણ કરે છે.
- શિક્ષક શિક્ષણ સબંધિત કોઈપણ ક્ષેત્રમાં જ્યારે સરકાર કોઈ સંશોધન કરે છે તો તે સંશોધન આ પરિષદની દેખરેખમાં જ સંપન્ન થાય છે.
- રાષ્ટ્રની તમામ શિક્ષક શિક્ષણ સંસ્થાઓમાં એકરૂપતા લાવવા અને દરેક વિધાલયોના સ્તરમાં સુધારો કરવા હેતુ સતત પ્રયત્નશીલ રહે છે અને સમય સમયે સરકાર સમક્ષ પોતાની સલાહ પ્રસ્તુત કરે છે.
- શિક્ષક શિક્ષણના ક્ષેત્રમાં સુધારા કરવા હેતુ પોતાના ક્ષેત્ર સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો અભ્યાસ કરે છે અને સંશોધન કાર્યનું આયોજન કરે છે.
મર્યાદા :
- સરકારી અને પ્રાઈવેટ મહાવિધાલયોમાં પ્રવેશ માટેની પધ્ધતિમાં મોટો તફાવત.
- પ્રાઈવેટ મહાવિધાલયમાં ફી નું પ્રમાણ વધુ હોવાથી દરેક વિધાર્થી પ્રવેશ મેળવી શકતો નથી.
- ક્યારેક પરીક્ષા વહેલા કે મોડી લેવાતી હોવાથી વિધાર્થીના ભવિષ્ય સાથે ચેડાં થાય છે.