ચાર્ટર એક્ટ પહેલા શિક્ષણના વિકાસ પહેલા માત્ર 1 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવતા હતા પણ ચાર્ટર એક્ટ પછી શિક્ષણના વિકાસ માટેખર્ચ વધારી 10 લાખ કરાયો.
1781 :
વોરેન હેસ્ટીંગે ભારતમાં કલકતા ખાતે પ્રથમ મદરેસાની સ્થાપના
કરી.
ચાર્લ્સ વિલ્કન્સે પહેલીવાર ગીતાનું હિન્દીમાં અનુવાદ
કર્યું.
ગીતાની પ્રસ્તાવના વોરેન હેસ્ટીંગે લખી હતી.(તેમણે અરબી,ફારસી અને બાંગ્લા ભાષાનું જ્ઞાન પણ હતું)
1784 :
સર વિલિયમ જોન્સે એશિયાટીક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના કરી
હતી.
તેમનું બદલીને નવું નામ રોયલ સોસાયટી ઓફ બંગાળ કરવામાં
આવ્યું.
1791 :
જોનાથન ડંકને બનારસ/વારાણસી/કાશીમાં પહેલી સંસ્કૃત કોલેજની
સ્થાપના કરી હતી.
1799 :
ઈસાઈ ધર્મના પ્રસાર અને પ્રચાર માટે 3 વ્યક્તિઓએ(કેંરો,માર્શમેન,વાર્ડ)
ભેગા મળી સેરામપુર મિશનરીની સ્થાપના કરવામાં આવી.
1800 :
લોર્ડ વૈલેન્જલીએ અધિકારીઓનાં બાળકો માટે કલકતામાં પહેલી
ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. હતી જે 1802 માં બંધ કરી.
1813 :
ચાર્ટર એક્ટ પછી શિક્ષણના માધ્યમને લીધે વિવાદ સર્જાણો.
1817 :
રાજા રામમોહનરાયે ડેવિડ હેયરના સહયોગથી કલકતામાં પહેલી
હિન્દુ કોલેજની સ્થાપના કરેલી જેનું નામ બદલી ત્યારબાદ પ્રેસિડેન્સી કોલેજ કરવામાં
આવ્યું.
1820 :
ડેવિડ હેયરે કલકતામાં બિશપ કોલેજની સ્થપાના કરી.
1823 :
શિક્ષણના માધ્યમના વિવાદ કે જેને પ્રાચ્ય આંગલ શિક્ષણ વિવાદ
તરીકે ઓળખવામાં આવે છે તેનો અંત લાવવા માટે “લોક શિક્ષણ સામાન્ય સમિતિ”ની રચના
કરવામાં આવી.આ સમિતિમાં વિલિયમ બેંટીગે લોર્ડ મેકોલેને અધ્યક્ષ બનાવ્યો.આ સમિતિમાં
કુલ 11 સભ્યો હતા અને વિચારોને આધારે આ સમિતિ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી.જેમાં એક
ભાગના લોકોનું એવું માનવું હતું કે માધ્યમ તરીકે અંગ્રેજી હોવું જોઈએ અને બીજાનું
એવું માનવું હતું કે માધ્યમ તરીકે સંસ્કૃત કે અરબી હોવી જોઈએ.
1835 :
લોક શિક્ષણ સામાન્ય સમિતિએ સરકારને રિપોર્ટ આપ્યો.
જેમાં આખા ભારત અને અરબના સાહિત્યનું જ્ઞાન યુરોપના આલમીરા
બરાબર છે તેમ બતાવ્યુ.
જેમાં કહેવામા આવ્યો કે – એવો વર્ગ હોય કે જે પ્રવૃતિ,વિચાર,નૈતિકતા,બુધ્ધિથી અંગ્રેજ પણ રંગથી ભલે
ભારતીય હોય.
વિલિયમ બેંટીગે 7 માર્ચ,1835ના રોજ લોક શિક્ષણ સામાન્ય
સમિતિ દ્વારા જે ભલામણ કરી તેનો સ્વીકાર કર્યો અને તેને “મેકોલે મિનિટ”ની સંજ્ઞા
આપી.
આ મુજબ માધ્યમની ભાષા(રાજભાષા) તરીકે અંગ્રેજીનો સ્વીકાર
કરવામાં આવ્યો.જે 1968 સુધી રાજભાષા તરીકે અંગ્રેજી રહી.
લોર્ડ મેકોલેના કહેવાથી વિલિયમ બેંટીગે કલકતમાં પહેલી
મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી.
1843 :
શિક્ષણમા ટોમસન નીતિની સ્થાપના થઈ.તેમની ભલામણ હતી કે
શિક્ષણ દેશી ભાષામાં હોવું જોઈએતેમજ શિક્ષણ ઉચ્ચથી નિમ્ન વર્ગનું હોવું જોઈએ.
1847 :
જેમ્સ થોમસન દ્વારા રૂરકીમા પહેલી એન્જીનિયરીંગ કોલેજની
સ્થાપના થઈ.
1849 :
જે.ઇ.ડી.બૈથુન દ્વારા કલકતમાં માત્ર કન્યાઓ માટે પહેલી શાળા
ખોલવામાં આવી,ત્યારબાદ તેને મહાવિધાલયનો પણ દરજજો મળ્યો.
1853 :
લોર્ડ ડલહૌજીએ શિક્ષણ પરિષદની રચના કરી.
તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવાનું કાર્ય
સોંપવામાં આવેલું.
તેમાં અંગ્રેજીના જ્ઞાનને પ્રાધાન્ય આપાયું.
1854 :
ચાર્લ્સ વુડે એક પત્ર લખ્યો તેને “ચાર્લ્સ ડિસ્પેચ” કહે છે,તેમાં તેણે શિક્ષણ નિયામક પધ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવેલો.
તેણે શિક્ષણ સુધારાની વાત કરી ઓવથી તેમને શિક્ષણનો
મૈગ્નાકાર્ટા કહેવામા આવ્યો.
તેમના મુજબ પાશ્ચાત શિક્ષણ,કલા,દર્શન,વિજ્ઞાન,સાહિત્ય વગેરેના શિક્ષણનો
પ્રસાર પ્રચાર થવો જોઈએ.
ગામડામાં દેશી ભાષાની શાળા હોવી જોઈએ.
શિક્ષણમા અંગત પ્રયત્નોને પણ પ્રોત્સાહન આપવામાં આવે.
1855 :
ચાર્લ્સ વુડના
કહેવા પ્રમાણે બંગાળ,પંજાબ,મદ્રાસ,મુંબઈ
અને UP માં લોક
શિક્ષણ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી.
1857 :
લંડન વિશ્વવિધાલયના આધાર સ્તંભ ઉપર કલકતા,મુંબઈ અને મદ્રાસમાં વિશ્વવિધાલય શરૂ થયા.
1882 :
લોર્ડ રિપને હન્ટર શિક્ષણ આયોગની સ્થાપના કરેલી.
1893 થી 1882 સુધીની શિક્ષણ માટેની સમિક્ષા માટે આ આયોગની
રચના કરવામાં આવેલી.
તેના કુલ 20 સભ્યોમાંથી 8 સભ્યો ભારતીય હતા.
સાહિત્યિક,વ્યાવસાયિક અને વ્યાપારિક શિક્ષણ ઉપર વધુ ભાર આપવામાં
આવ્યો.
તે સમયે પંજાબ વિશ્વવિધાલયની સ્થાપના પણ થયેલી.
1887 :
અલ્હાબાદ વિશ્વવિધાલયની સ્થાપના થયેલી.
1902 :
લોર્ડ કર્ઝને ટોમસ રૈલેની અધ્યક્ષતામાં “રૈલે કમિશન”ની રચના
કરેલી.
તેમાં બે ભારતીયોનો સમાવેશ કરવામાં પણ આવેલો.(સૈયદ હુસૈન
વિલગ્રામી અને ગુરુદાસ બેનર્જી)
રૈલે કમિશન મુજબ સૌ પ્રથમ શિક્ષણ મહાનિર્દેશકનું પદ
અસ્તિત્વમાં આવ્યું.જે હતા એચ.ડબલ્યુ.ઓરેન્જ.તેના કહેવા મુજબ 1910માં શિક્ષણ
વિભાગની સ્થાપના થઈ.
1904માં રૈલે કમિશનની ભલામણ મુજબ ભારતમાં વિહવિધાલય અધિનિયમ
બનાવવામાં આવ્યો.
1905 :
રાષ્ટ્રીય શિક્ષણ પરિષદની સ્થાપના થઈ.
ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો પ્રસાર પ્રચાર કરવાનો તેનો
ઉદ્દેશ્ય હતો.
શાંતિ નિકેતનની બંગાળ ખાતે સ્થાપના પણ તે જ સમયે થયેલી.
1910 :
રૈલે કમિશન મુજબ શિક્ષણ વિભાગની સ્થાપના થઈ.
પહેલી વખત ગોપાલકૃષ્ણ ગોખલેએ ઈંગ્લેન્ડમાં 6 થી 14 વર્ષના
બાળકો માટે નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણની માંગ કરેલી.
1917 :
કલકતા વિશ્વવિધાલયની સમસ્યાઓના અધ્યયન માટે માઈકલ સેડલરની
અધ્યક્ષતામાં સેડલર આયોગની રચના થઈ અને આ આયોગમાં બે ભારતીય આશુતોષ મુખર્જી અને
જીયાઉદિન અહેમદ હતા.
તેમાં ભલામણ કરવામાં આવી કે શાળાનું શિક્ષણ 12 વર્ષનું
હોવું જોઈએ તેમજ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ થયા પછી ત્રિવર્ષીય પાઠ્યક્રમ
વિશ્વવિધાલયમાં પ્રવેશ મળશે.
ઇન્ટરમીડિયેટ વર્ગો વિશ્વવિધાલયથી અલગ હોવા જોઈએ.
કલકતા વિશ્વવિધાલય ઉપર બંગાળની સરકારનું નિયંત્રણ હોવું
જોઈએ નહીં કે ભારત સરકારનું.
1919માં શિક્ષણને રાજ્યનો વિષય બનાવવામાં આવ્યો અને
વિશ્વવિધાલયના સંચાલનની જવાબદારી પ્રાંતોને સોંપવામાં આવેલી.(1913 – શૈક્ષણિક નીતિ
સંકલ્પમાં કહેવામા આવ્યું કે દરેક પ્રાંતમાં વિશ્વવિધાલય હોવું જોઈએ)
1920 :CABE (Central Advisory Board of
Education)ની રચના થઈ.
1923 :CABE ને સમાપ્ત કરવામાં આવ્યું.
1929 :હર્ટોંગ સમિતિની રચના કરવામાં આવી.
જેની ભલામણ હતી કે ગામડાઓમાં મધ્યમ સ્તરની શાળાઓને અટકાવી
વ્યાવસાયિક કે ઔધોગિક શિક્ષણ મળે તેવી ભલામણ કરેલી.તેમજ CABE ને ફરી કાર્યાન્વિત કરવા પણ કહેલું.
1935 : CABEનું ફરીવાર ગઠન થયું.
1937 : અબ્બોટ રિપોર્ટ મુજબ વિશ્વવિધાલયમાં શિક્ષણ અંગ્રેજી
માધ્યમમાં હોવું જોઈએ અને વ્યાવસાયિક શિક્ષણ માટે પોલિટેકનિક સંસ્થાઓ હોવી જોઈએ.
ગાંધીજી દ્વારા વર્ધા શિક્ષણ યોજના પણ શરૂ થઈ.જેની ભલામણ
હતી કે 7 થી 11 વર્ષોના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ અને શિક્ષણ
માતૃભાષામાં મળવું જોઈએ.
Technical Education (ટેકનિકલ શિક્ષણ)
ટેકનિકલ શિક્ષણ એ કુશળ જનશક્તિનું નિર્માણ કરી ઔધોગિક
ઉત્પાદનની વૃધ્ધિ અને લોકોનાં જીવનમાં સુધારો કરી માનવ વિકાસ માટે મહત્વપૂર્ણ
યોગદાન આપે છે.
તેમાં એન્જીનિયરીંગ,આર્કિટેક્ચર,શિલ્પ કલા કૌશલ્ય વગેરે
પ્રોધોગિકી સાથે સંબંધિત કૌશલ્યનું નિર્માણ કરવામાં આવે છે.
આ ટેકનિકલ શિક્ષણની શરૂઆત બ્રિટિશ સરકાર હતી તે સમયે થઈ
હતી.
તે સમયે ભવનો,રસ્તાઓ,બંદર વગેરેના નિર્માણ માટે તેમજ રિપેરિંગ માટે બ્રિટનથી કુશળ લોકોને
બોલાવવામાં આવતા અને તેમણે ટેકનિકલ ક્ષેત્રમાં ઊંચા પદ ઉપર રાખવામાં આવતા.
આ સમયે જે નીચલા પદ હતા તેમાં સ્થાનિક લોકોને જ સમાવવામાં
આવતા અને તેમને આ પ્રકારનું કૌશલ્ય કેળવાય તે માટે જુદી જુદી જગ્યાઓએ શાળા શરૂ કરવામાં આવેલી.
ભારતમાં સૌ પ્રથમ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના ઉત્તર
પ્રદેશમાં રૂરકી શહેરમાં 1847માં થઈ.
1917માં બનારસ હિન્દુ વિશ્વવિધાલયમાં મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ અને મેટલર્જી માટેની ડિગ્રી આપવાની શરૂઆત થયેલી.
ટેકનિકલ શિક્ષણના ત્રણ પ્રકાર છે.
કેન્દ્ર સરકાર દ્વારા વિત્ત પોષિત સંસ્થા
રાજ્ય સરકાર દ્વારા વિત્ત પોષિત સંસ્થા
સ્વવિત્ત પોષિત સંસ્થાઓ
Vocational Education (વ્યાવસાયિક શિક્ષણ)
જે શિક્ષણ વિધાર્થીઓને વિશેષ વ્યવસાય માટે જ્ઞાન અને કૌશલ્ય
મેળવવામાં સહાયક હોય તેવા શિક્ષણને વ્યાવસાયિક શિક્ષણ કહે છે.
વ્યાપક રૂપે વ્યાવસાયિક શિક્ષણ હેઠળ દરેક પ્રકારના શિક્ષણનો
સમાવેશ થાય છે જે લોકોનાં જીવનનિર્વાહ માટે પ્રશિક્ષણ મેળવવા માટે થતો હોય.
વ્યાવસાયિક શિક્ષણ અને પ્રશિક્ષણએ રાષ્ટ્ર તતેમજ વ્યક્તિ
અને સમાજ સાથેનો ધનિષ્ઠ સંબંધ ધરાવે છે.
વિશેષતાઓ :
વિધાર્થીઓના રસ,પ્રવૃતિ અને વ્યક્તિત્વનું ધ્યાન રાખે છે.
વ્યાવહારિક શિક્ષણ છે,જે પુસ્તકિયા જ્ઞાન પૂરતું
મર્યાદિત નથી પણ જીવનનાં દરેક ક્ષેત્રમાં ઉપયોગી હોય છે.
આ શિક્ષણનું સ્વરૂપ સ્થિર હોતું નથી પણ સમય સાથે તેની ગતિ
તેમજ સભ્યતાના વિકાસની સાથે સાથે તેના રૂપમાં પણ પરીવર્તન આવે છે.
General Education (સામાન્ય શિક્ષણ)
વ્યાવસાયિક શિક્ષણ મેળવતા પહેલા શરૂઆતમાં જે પ્રકારનું
શિક્ષણ આપવામાં આવે છે તેમને સામાન્ય
શિક્ષણ કહે છે,તેના વગર વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત નથી કરી શકતું.
તેમનો મુખ્ય હેતુ સંસ્કૃતિ અને સભ્યતાની રક્ષા કરવાનું તેમજ
રાષ્ટ્રની પ્રાચીન પરંપરા,ધર્મ,કલા વગેરેથી અવગત કરવાનું છે.
આ શિક્ષણ વડે રાષ્ટ્ર હિત માટે પોતાના વ્યક્તિગત હિતને જતું
કરવાનું શીખવવામાં આવે છે.
સામાન્ય શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણ વચ્ચેનો તફાવત
સામાન્ય શિક્ષણ
સામાન્ય જીવન જીવવા માટે વ્યક્તિત્વનો વિકાસ કરે છે
પુસ્તકિયા જ્ઞાનનો ઉપયોગ
પાઠ્યક્રમ દરેક માટે સમાન
વ્યાપક ક્ષેત્ર
દરેક વિધાર્થીઓ ભાગ લઈ શકે
વ્યાવસાયિક શિક્ષણ
આ શિક્ષણ મુખ્ય રૂપે જીવનનિર્વાહ માટે યોગ્ય બનાવે છે
વ્યાવસાયિક જ્ઞાનનો ઉપયોગ
રસ મુજબનો વિષય
મર્યાદિત ક્ષેત્ર
દરેક વિધાર્થીઓ ભાગ ન લઈ શકે