Central-State-Private-Deemed-Meta University

Central University (કેન્દ્રિય વિશ્વવિધાલય)

આ યુનિવર્સિટીના કુલપતિ રાજયપાલ કે રાષ્ટ્રપતિ હોય છે.

કેન્દ્રિય વિશ્વવિધાલયોના કુલપતિઓની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.

આ યુનિવર્સિટીની સ્થાપના સંસદના અધિનિયમ મુજબ થાય છે.

કેન્દ્રિય યુનિવર્સિટી યુજીસી અધિનિયમ 1956 મુજબ સ્થાપિત થાય છે પણ 2009 ના કેન્દ્રિય વિશ્વવિધાલય અધિનિયમ મુજબ 12 વિશ્વવિધાલયની સ્થાપના થયેલી છે.

વિશ્વભારતી જેને શાંતિનિકેતનના નામે પણ ઓળખવામાં આવે છે,તે એકમાત્ર યુનિવર્સિટી છે જેમાં પ્રધાનમંત્રી કુલપતિ હોય છે.

આ યુનિવર્સિટીને પોતાનો અભ્યાસક્રમ અને પરીક્ષાની ગોઠવણી કરવાનો અધિકાર હોય છે.

રાષ્ટ્રપતિએ આ યુનિવર્સિટીના વિઝિટર છે અને યુનિવર્સિટીના પ્રબંધન બોર્ડના કાર્યકારી સમિતિના અમુક સભ્યોની પસંદગી કરવાની શક્તિ હોય છે.

 

State University (રાજ્ય યુનિવર્સિટી)

રાજ્ય વિશ્વવિધાલય રાજ્ય અધિનિયમ તેમાં પણ ખાસ કરીને રાજ્ય વિધાનસભા અધિનિયમ મુજબ સ્થાપિત કરવામાં આવે છે.તેમજ યુજીસી અધિનિયમ 1956 ના 12(બી) મુજબ કરવામાં આવે છે.

રાજ્ય વિશ્વવિધાલયોને રાજ્ય સરકાર દ્વારા જ સંચાલિત કરવામાં આવે છે તેમજ રાજ્ય સરકાર દ્વારા જ વિત્ત પોષિત હોય છે.

 

Private University (પ્રાઈવેટ યુનિવર્સિટી)

પ્રાઈવેટ યુનિવર્સિટીએ રાજ્ય કક્ષાની કે કેન્દ્ર કક્ષાની હોય શકે.

તેને રાજ્ય કે કેન્દ્રના અધિનિયામાં મુજબ સ્થાપિત કરવામાં આવે છે.

તે સોસાયટી રજીસ્ટ્રેશન અધિનિયમ 1860 મુજબ રજીસ્ટ્રેશન થયેલી હોવી જોઈએ.

આ યુનિવર્સિટી યુજીસીના વિશ્વવિધાલય ધારા 22 મુજબ ડિગ્રી આપે છે.

 

Deemed University (ડીમ્ડ યુનિવર્સિટી)

યુજીસી અધિનિયમ 1956ની ધારા 3 અને 12(બી) મુજબ કેન્દ્ર સરકાર દ્વારા યુજીસીની સલાહ મુજબ અમુક વિશ્વવિધાલયોને ડીમ્ડ યુનિવર્સિટી તરીકેની માન્યતા પ્રાપ્ત થાય છે.

આ યુનિવર્સિટી પોતાના અભ્યાસક્રમની સાથે સાથે કોર્સ વર્ક પણ ડિઝાઇન કરી શકે છે.

આ યુનિવર્સિટી પ્રવેશ અને ફી ની બાબતમાં પોતાના નીતિ નિયમો બનાવી શકે છે.

IISc,બેંગલોર પહેલી ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી.

Meta University (મેટા યુનિવર્સિટી)

મેટા યુનિવર્સિટીમાં કોઈ ભૌતિક સીમા મર્યાદા હોતી નથી.

આ યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટી સાથે શિક્ષવાના સંસાધનોની લેવડ દેવડ કરે છે.

જેમ કે,જામિયા મિલીય ઇસ્લામિયા વિશ્વવિધાલય અને દિલ્લી વિશ્વવિધાલયમાં અમુક કાર્યક્રમો સંયુક્ત રીતે ચાલે છે.

 

Inter University Centre (ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર)

તે એક સ્વતંત્ર સંસ્થા છે અને તે કેન્દ્રિય વિશ્વવિધાલય પ્રણાલી હેઠળ આવે છે.

જ્યા વિશ્વવિધાલયો પાયાની સુવિધા અને સેવા આપી ન શકે તેમજ મોટું રોકાણ કરવા સક્ષમ ન હોય ત્યાં આવી યુનિવર્સિટી બને છે.તેમજ શિક્ષણ અને અનુસંધાનની બાબતમાં ગુણવત્તા સુધારવાનું કાર્ય કરે છે.