દર વર્ષે 24 જાન્યુઆરીના દિવસને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે એટલે કે રાષ્ટ્રીય બાળકી દિવસ તરીકે ઉજવાય છે. જેની પાછળનો ઉદ્દેશ્ય દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે. આ સાથે સદીઓથી છોકરા-છોકરીઓ વચ્ચે રાખવામાં આવતા ભેદભાવને લઈને લઈને જાગૃતિ ફેલાવવાનો પણ ઉદેશ્ય છે. આપણા સમાજમાં છોકરીઓ આજથી નહીં પણ હંમેશાથી જીવના દરેક તબક્કે પક્ષપાતનો સામનો કરતી આવી છે, પછી તે શિક્ષણ હોય કાયદાકીય અધિકાર હોય, સ્વાસ્થ્ય સુવિધાઓ હોય કે પછી સુરક્ષા અને સન્માન આપવાની વાત હોય. નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરવાની પ્રથાથી તેમનું બાળપણ છીનવાવાની સાથે એક રીતે તેમના સમગ્ર જીવનને હાસિયામાં ધકેલી દેવામાં આવે છે. આ પહેલની શરુઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તર પર બાળકીઓના વિકાસને એક અભિયાનના રૂપમાં માનીને ભારત સરકારે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની શરુઆત કરી છે. આ અભિયાનનો ઉદેશ્ય દેશભરના લોકોને છોકરીઓ પ્રત્યે જાગૃત કરવાનો છે. સાથે લોકોને એ અંગે પણ જાગૃત કરવાના કે, સમાજના નિર્માણમાં મહિલાઓનું પુરુષો જેટલું જ યોગદાન છે. આ અભિયાન હેઠળ માતા-પિતાની સાથે જ સમાજના તમામ તબક્કાના લોકોને સામેલ કરીને તેમને આ વાત માટે જાગૃત કરવામાં આવે છે કે, છોકરીઓ પાસે પણ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. મહિલાઓને સશ્કત બનાવવાના ઉદ્દેશ્યથી 2015 માં બેટી બચાવો બેટા ભણાવોની શરૂઆત કરી હતી. સરકારને "બેટી બચાવો બેટી ભણાવો" અભિયાન એ છોકરીઓ માટે ખૂબ જ સારું પગલું છે. આના માધ્યમથી છોકરીઓ અને મહિલાઓને લગતા ઘણા મહત્વના મુદ્દાઓ ઉભા થાય છે. ભ્રૂણ હત્યા જેવી સ્ત્રીઓ પ્રત્યેની અનેક અમાનવીય પ્રથાઓ હવે ઓછી થઈ છે.