શબ્દ ભેગા મળીને વાક્ય બનાવે છે.
અંગ્રેજીમાં વાક્યની શરૂઆત કેપિટલ અક્ષરથી થાય છે અને અંત વિરામચિહ્નથી
થાય છે.
- વિરામચિહ્ન : પૂર્ણવિરામ, પ્રશ્નાર્થચિહ્ન, ઉદગારચિહ્ન
- વકયો(sentences)માં ક્રિયાપદ હોય છે જ્યારે શબ્દસમૂહો(phrases)માં ક્રિયાપદ
હોતા નથી.
- વાક્ય કર્તા + વિધેયનું બનેલું હોય છે.
Sachin was a great cricketer.
અહી sachin એ કર્તા છે અને was a great cricketer એ વિધેય છે.
પ્રકાર
1.વિધાન વાક્યો – Assertive/Declarative sentences
2.પ્રશ્નાર્થ વાક્યો – Interrogative sentences
3.આજ્ઞાર્થ વાક્યો – Imperative sentences
4.ઉદગાર વાક્યો – Exclamatory
sentences
1.વિધાન વાક્યો – Assertive/Declarative sentences
કોઈ માટે કોઈ વિષે વિધાન કરવામાં આવેલું હોય તેવા વાક્યને વિધાન
વાક્ય કહે છે.
તે હકારાત્મક કે નકારાત્મક હોય શકે.
વાક્યની શરૂઆત નામ કે સર્વનામથી અને અંત પૂર્ણવિરામથી થાય છે.
Sachin was a great cricketer.
2.પ્રશ્નાર્થ વાક્યો – Interrogative sentences
પ્રશ્ન પુછવામાં આવતા હોય તેવા વકયોને પ્રશ્નાર્થ વાક્યો કહે
છે.
આવા વાક્યની શરૂઆત મોટાભાગે “Wh” વાળા શબ્દોથી થતી હોય છે.
જેમ કે,
who, what, which, why, whom, where, when etc…
તેમજ how કે સહાયક ક્રિયાપદોથી થતી હોય છે.
ઉદા.
How are you?
What is your name?
Do you know her?
Where do you play?
Which do you prefer,
white or red?
3.આજ્ઞાર્થ વાક્યો – Imperative
sentences
જે વાક્યમાં સલાહ, વિનંતી, આદેશનો ભાવ હોય તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય
કહે છે.
કર્તાનો લોપ પણ જોવા મળે છે.
ઉદા.
Don’t smoke.
Sit down.
Open the door.
Work sincerely.
4.ઉદગાર વાક્યો – Exclamatory
sentences
આશ્ચર્ય કે તરતની લાગણી-ઈચ્છા દર્શાવતા
વાક્યને ઉદગાર વાક્યો કહે છે.
ઉદા.
Don’t talk, get out !
Hey, no smoking in
here !
How beautiful this
city is !
What a great victory
!
Thank god ! you save
my life.