Part of Speech

શબ્દો ભેગા મળીને વાક્ય બને છે.વાક્યમાં જે તે શબ્દના કાર્ય અને લાક્ષણિક્તા જુદી જુદી હોય છે.

આ લક્ષણ અને કાર્યને અનુલક્ષીને તેને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે.

1.સંજ્ઞા (નામ) – Noun

2.સર્વનામ – Pronoun

3.ક્રિયાપદ – Verb

4.વિશેષણ – Adjective

5.ક્રિયાવિશેષણ – Adverb

6.સંયોજક – Conjunction

7.નામયોગી અવયવ – Preposition

8.ઉદગારવાચક શબ્દ – Interjection

 

સંજ્ઞા (નામ)Noun

કોઈ વ્યક્તિ,વસ્તુ,સ્થળ કે ગુણ માટે વપરાતો શબ્દ Noun છે.

ઉદા. India is the biggest country in the world.

The Mahabharat and the Ramayana are the greatest epics of India.

 

સર્વનામ – Pronoun

નામના બદલે વપરાતા શબ્દને Pronoun કહે છે.

ઉદા. Mr.Deepak Hooda is a cricketer.

He is an opener.

 

ક્રિયાપદ – Verb

કર્તા શું કરે છે અથવા કર્તાની સ્થિતિ શું છે અથવા કર્તાને શું કરવામાં આવ્યું છે....તેની વર્ણન જે શબ્દ કરે છે તેને ક્રિયાપદ(Verb) કહે છે.

ઉદા. The sun rises in the east.

Everyone wants to be happy.

 

વિશેષણ – Adjective

નામના અર્થમાં વધારો કરતાં શબ્દને Adjective (વિશેષણ) કહે છે.

ઉદા. The Ganga is a holy river.

There is a little milk in the jug.

 

ક્રિયાવિશેષણ – Adverb

ક્રિયાપદ/વિશેષણના અર્થમાં વધારો કરતાં શબ્દને ક્રિયાવિશેષણ (Adverb) કહે છે.

ઉદા. Reshma is very beautiful.

Kapil is absolutely right.

 

સંયોજક – Conjunction

જે શબ્દ વાક્યો/ઉપવાક્યો/શબ્દ સમૂહો/શબ્દોને જોડવાનું કામ કરે તેને સંયોજક (Conjunction) કહે છે.

ઉદા. Ram and Lakhan are brothers.

Don’t laugh while you are eating.

 

નામયોગી અવયવ – Preposition

વાકયના જુદા જુદા ઘટકો વચ્ચેનો સબંધ દર્શાવતા શબ્દને નામયોગી અવયવ (Preposition) કહે છે.

ઉદા. He studies at Oxford.

The boys were in the classroom.

 

ઉદગારવાચક શબ્દ – Interjection

લાગણી વ્યક્ત કરવા વપરાતા શબ્દને ઉદગારવાચક શબ્દ (Interjection) કહે છે.

ઉદા. Oh, what a beautiful house !

Hey ! Are you serious ?

Hurry ! Our team has won the match.