સૂચના પ્રસારણ મંત્રાલય
તેની સ્થાપના 1964 માં ઇન્દિરા
ગાંધી દ્વારા કરવામાં આવેલી.
તેનું મુખ્ય મથક નવી દિલ્લીમાં છે.
તેના અધ્યક્ષ કે પ્રમુખ કેબિનેટ
મંત્રી હોય છે.
તેના ચાર વિભાગ છે.
(1)સૂચના વિભાગ
(2)ફિલ્મ વિભાગ
(3)પ્રસારણ વિભાગ
(4)એકીકૃત વિભાગ
તેનો ઉદ્દેશ્ય નિયમ અને કાનૂન
બનાવવાનો છે.
આ મંત્રાલય લોકોને રાષ્ટ્રીય એકતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવાર
કલ્યાણ, નિરક્ષરતા નાબૂદ કરવા
જેવી બાબત ઉપરાંત મહિલાઓ, બાળકો અને સમાજના અન્ય નબળા વર્ગો સાથે સંકળાયેલ બાબત માટે જાગૃતિ લાવવાનું
કામ કરે છે.
પ્રસાર ભારતી
તેની સ્થાપના 23 નવેમ્બર 1927 માં
થઈ હતી.
પ્રસાર ભારતી દેશનો લોક સેવા
પ્રસારક છે.તેના બે મુખ્ય ઘટક આકાશવાણી અને દૂરદર્શન છે.
ડાયરેક્ટ ટુ હોમ (DTH) સેવાની શરૂઆત પ્રસાર
ભારતી દ્વારા વર્ષ 2004 માં કરવામાં આવેલ.
પ્રસાર ભારતી, પ્રસાર ભારતી બોર્ડ
દ્વારા સંચાલિત થાય છે,જેમાં એક અધ્યક્ષ, એક કાર્યકારી સભ્ય
(મુખ્ય કાર્યકારી અધિકારી), એક વિત્ત સભ્ય, એક કર્મચારી સભ્ય, છ પાર્ટટાઈમ સભ્યો, સૂચના અને પ્રસારણ
મંત્રાલયનો એક પ્રતિનિધિ અને આકાશવાણી અને દૂરદર્શનના મહાનિર્દેશક સભ્યોના રૂપમાં
સમાવિષ્ટ હોય છે.
પ્રસાર ભારતી બોર્ડનો અધ્યક્ષ એક
પાર્ટ ટાઈમ સભ્ય હોય છે.જેનો કાર્યકાળ ત્રણ વર્ષ કે 70 વર્ષની ઉંમર સુધી હોય છે
અને કાર્યકારી સભ્યનો કાર્યકાળ 5 વર્ષનો કે 65 વર્ષની ઉંમર જે પહેલા હોય તે.
બોર્ડના અન્ય સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ કે 62 વર્ષ જે પહેલા પૂર્ણ થાય તે હોય છે.
ઉદેશ્ય
રેડિયો અને દૂરદર્શન ઉપર સંતુલિત પ્રસારણનો વિકાસ સુનિશ્ચિત
કરી લોકોને સૂચના દેવાનું, શિક્ષિત કરવાનું અને તેમનું
મનોરંજન કરવાનું છે.
દેશની એકતા, અખંડતા અને સંવિધાન દ્વારા સ્થાપિત મૂલ્યોને બનાવી રાખવાનું છે.નાગરિકોને
લોકોના હિતની તમામ બાબતની સૂચના પ્રદાન કરવાનું છે.
શિક્ષણ અને સાક્ષરતાના પ્રસાર, કૃષિ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રો ઉપર વિશેષ ભાર આપે છે.
આકાશવાણી
રેડિયોની શોધના થોડા વર્ષો પછી ભારતમાં રેડિયો પ્રસારણ
મુંબઈ, કલકત્તા અને ચેન્નઈ જેવા
શહેરોમાં શરૂ કરવામાં આવેલું.
જૂન 1923માં મુંબઈના એક રેડિયો ક્લબ દ્વારા પહેલો કાર્યક્રમ
પ્રસારિત કરવામાં આવેલો.
23 જુલાઇ,1927માં મુંબઈ અને કલકત્તામાં પ્રાઈવેટ બે ટ્રાન્સમીટરો દ્વારા પ્રસારણ સેવા
શરૂ કરવામાં આવેલી.
પ્રાઈવેટ ક્લબના પ્રસારણ પછી ભારત સરકારે એક પ્રાઈવેટ કંપની
ભારતીય બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ સાથે કરાર દ્વારા પ્રસારણ શરૂ કર્યું હતું.
1930માં આ કંપનીનું દીવાળું ફૂકાયું હોવાથી પ્રસારણ
નિયંત્રક વિભાગ અંતર્ગત ભારતીય રાજકીય પ્રસારણ સેવાની સ્થાપના કરવામાં આવી.
1936માં ભારતીય પ્રસારણ સેવાનું નામ બદલી ઓલ ઈન્ડિયા રેડિયો
(AIR) રાખવામા આવ્યું.
શરૂઆતના ચાર વર્ષો સુધી ઓલ ઈન્ડિયા રેડિયોને સંચાર વિભાગ, સૂચના અને પ્રસારણ વિભાગ અને સૂચના કલા
વિભાગ અંતર્ગત રાખવામા આવેલું.ત્યારપછી 10 સપ્ટેમ્બર,1946માં
તે ફરી સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત સમાવવામાં આવ્યું.
1956માં ઓલ ઈન્ડિયા રેડિયોને આકાશવાણીના નામથી ઓળખવામાં
આવ્યું.
ઓલ ઈન્ડિયા રેડિયોનું ધ્યેય વાક્ય “બહુજન હિતાય બહુજન સુખાય” છે.
26 જાન્યુઆરી,2016થી ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા 24 કલાકની એક એવી ચેનલ શરૂ કરવામાં આવી, જે પૂર્ણ રૂપથી સંગીતને ખાસ કરીને શાસ્ત્રીય સંગીતને સમર્પિત છે તે શરૂ
કરવામાં આવેલી.તે ચેનલનું નામ ‘રાગમ્’ છે.
ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા ‘FM રેનબો’ ચેનલ 1 ફેબ્રુઆરી,1993માં શરૂ કરવામાં આવી.
તેમાં પ્રસારણની ભાષા હિન્દી, અંગ્રેજી અને ક્ષેત્રિય ભાષા હતી.
આ ચેનલ યુવાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી.
આ ચેનલ શ્રોતાઓને અવરોધમુક્ત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંગીત
પ્રદાન કરવા માટે સ્થાપિત થયેલી હતી.
આ ચેનલની શરૂઆત રેડિયોના શ્રોતાઓની સંખ્યા વધારવા માટે
કરવામાં આવી હતી.
દૂરદર્શન
15 સપ્ટેમ્બર,1959માં દૂરદર્શન પ્રસારણની શરૂઆત દિલ્લીમાં શૈક્ષણિક અને વિકાસ ઉપર આધારિત
કાર્યક્રમો સાથે પ્રયોગના ધોરણે શરૂ કરવામાં આવેલી હતી.
1965માં દૂરદર્શન ઉપર ઓલ ઈન્ડિયા રેડિયો (AIR)ના એક અંગ તરીકે નિયમિત દૈનિક પ્રસારણની
શરૂઆત થઈ હતી અને તે જ વર્ષે સમાચાર બુલેટિનની શરૂઆત કરવામાં આવેલી અને પ્રતિમા
પૂરી પહેલી ન્યૂઝ રીડર બનેલી.
1972માં મુંબઈ અને અમૃતસરમાં દૂરદર્શનની
શરૂઆત થઈ અને 1982માં દૂરદર્શન ઉપર રંગીન પ્રસારણની શરૂઆત થઈ.
1984 પછી દૂરદર્શનનો વિસ્તાર થવાનો શરૂ થયો અને વર્તમાન
સમયમાં અનેક ચેનલ ફ્રી-ટુ-એર DTH સેવાના માધ્યમથી સંચાલિત થઈ રહી છે.
26 મે,2015માં ભારત સરકારે દેશને ખેડૂતો માટે DD Kisan ચેનલની
શરૂઆત કરી.