TET અને TAT માટેના મહત્વપૂર્ણ પ્રશ્નો

સામાન્ય રીતે તાદાત્મ્ય અનુભવવાની શરૂઆત ક્યારે થાય છે? 

– તરુણાવસ્થામાં

વિધાર્થી મોડો શાળાએ પહોચે છે,ત્યારે સાયકલનો દોષ કાઢે છે.આ ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ કહેવાય છે? 

– પ્રક્ષેપણ પ્રયુક્તિ

જ્યારે કોઈ વ્યક્તિ પોતાની નિષ્ઠા જાળવવા માટે પોતાનો દોષ બીજા ઉપર નાંખે એ ક્યાં પ્રકારની બચાવ પ્રકયુક્તિ છે? 

– પ્રક્ષેપણ પ્રયુક્તિ

સામાજિક રીતે અસ્વીકાર્ય વર્તનની જગ્યાએ સ્વીકાર્ય વર્તન મૂકી માનસિક તણાવ હળવો કરવાના પ્રયાસને ક્યાં પ્રકારની પ્રયુક્તિ કહેવાય છે? 

– ઊર્ધ્વીકરણ પ્રયુક્તિ

કોઈ વ્યક્તિને એક  ક્ષેત્રમાં નિષ્ફળતા મળેલી હોય અને તેની ઉણપને ઢાકવા માટે બીજા ક્ષેત્રમાં તે તેમની ક્ષમતા બતાવી સફળતા મેળવે,તો તે ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ કહે છે? 

– ક્ષતિપૂર્તિ પ્રયુક્તિ

એક છોકરી પોતાને પરીની જેમ ઊડવાની કલ્પના કરે તેને ક્યાં પ્રકારની પ્રયુક્તિ કહેવાય? 

– દિવાસ્વપ્ન

પોતાનું ધાર્યું કામ ન થાય ત્યારે શેઠ નોકર પર ગુસ્સો કરે તેને કઈ પ્રયુક્તિ કહે છે

– આક્રમક્તા

મોટી ઉંમરનો વ્યક્તિ નાના બાળક જેવુ વર્તન કરે તેને શું કહે છે

– પરાગતિ

વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન – આ વ્યાખ્યા કોણે આપેલી? 

- બી.એફ.સ્કીનર

અધ્યયન એટલે ઉદીપકો અને પ્રતિચાર વચ્ચે જોડાણ સ્થાપવું.આ ક્યાં પ્રકારનું અધ્યયન કહેવાય

– અભિસંધાન દ્વારા અધ્યયન

શાસ્ત્રીય અભિસંધાન ક્યાં મનોવૈજ્ઞાનિકે આપ્યું હતું

– ઇવાન પાવલોવ

ઘંટ વાગતા વિધાર્થીઓ વર્ગમાં જાય એ ક્યાં પ્રકારનું અભિસંધાન કહેવાય

– શાસ્ત્રીય અભિસંધાન

કારક અભિસંધાનના જનક કોણ કહેવાય છે? 

- બી.એફ.સ્કીનર

પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિધ્ધાંત કોણે આપ્યો હતો

– એડવર્ડ થોર્નડાઈક

બુધ્ધિ એટલે સારી રીતે સમજવાની,સારી રીતે નિર્ણય લેવાની અને સારી રીતે તર્ક કરવાની શક્તિ.આ વ્યાકયા કોણે આપી હતી

– બીને અને સાયમને

મનોવિશ્લેષણાત્મક સિધ્ધાંત કોણે આપેલો

– ડો.સિગમંડ ફ્રોઈડ

જરૂરિયાતનો સિધ્ધાંત કોણે આપ્યો

– મેસ્લો

ક્ષેત્ર સિધ્ધાંત કોણે આપ્યો

– કર્ટ લેવીન

શરીર રચનાનો સિધ્ધાંત કોણે આપ્યો

– શેલ્ડન

શીલગુણ સિધ્ધાંત કોણે આપ્યો ? 

- જી.ડબલ્યુ.એલપોર્ટ

વ્યક્તિત્વનો સિધ્ધાંત કોણે આપ્યો

– કાર્લ રોજર્સ

શાહીના ડાઘાની પધ્ધતિ કોણે આપી

– હરમન રોશકે

TAT નું પૂરું નામ શું છે

– થેમેટિક અપરસેપ્શન કસોટી

TAT કસોટીની રચના કોણે કરી

- મુરે અને મોર્ગન

HTP નું પૂરું નામ શું છે

House Tree Person

સમૂહ બુધ્ધિ માપન કસોટીની રચના કોણે કરી હતી

– ભાનુબહેન શાહ

જમવાનો સમય થાય ત્યારે બેલ પડે છે,ત્યારે બેલ પડે તેમાં બેલ શું છે

– પ્રતિચાર

શીખવાની પ્રક્રિયા પર ક્યાં પરિબળની અસર સૌથી ઓછી જોવા મળે

– જાતિયતા

વિધાર્થી શાળાએ મોડો પહોચી જુદા જુદા બહાના બનાવે છે,તો તે કઈ પ્રયુક્તિ કહેવાય છે

– યૌક્તિકીકરણ પ્રયુક્તિ

ફ્યુરિસ્ટિક પધ્ધતિના પ્રણેતાનું નામ શું છે? 

- એક.ઇ.આર્મસ્ટ્રોંગ

બાળકો દ્વારા કરવામાં આવતી સહજવૃતિને કેવા પ્રકારની પ્રવૃતિ કહેવાય

– જન્મજાત પ્રવૃતિ

વિધાર્થીઓમાં સૌથી વધુ શેનો પ્રભાવ જોવા મળે છે

– પ્રેરણાનો

પ્રોજેકટ પધ્ધતિના પ્રણેતા કોણ છે

– કિલ પેટ્રિક

સમીપતાનો સંબંધ એટલે શું

– બે ઉદીપકોને એક સમાન અનુક્રિયા માટે રજૂ કરવા

ગુજરાતમાં પૂર્વ સેવા તાલીમનો જૂનો PTC અભ્યાસ હવે ક્યાં નામે ઓળખાય છે

– ડિપ્લોમા ઇન એલિમેંટરી એજ્યુકેશન

ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ ચરણ ક્યૂ છે

– સમસ્યા પસંદગીનું

કોલના મત મુજબ બાલ્યાવસ્થા કઈ છે

– 6 થી 12 વર્ષ

એસાઇનમેન્ટ પધ્ધતિનો મહત્વનો ગુણ ક્યો છે

– વિધાર્થીઓ પ્રયોગશાળામાં જાતે શીખે છે

શિક્ષકના વાણી અને વર્તનમાં ફેરફાર ન હોવા જોઈએ. – આ વિધાન કોણે આપ્યું? 

– મેકેનન

આદર્શવાદના પ્રણેતા કોણ છે? 

– પ્લેટો,મહર્ષિ અરવિંદ,સોક્રેટિસ અને એરિસ્ટોટલ

જ્ઞાનાત્મક હેતુનો સંબંધ કોની સાથે છે? 

– મગજ સાથે

પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? 

– રવિન્દ્રનાથ ટાગોર,રૂસો અને ફ્રોબેલ

પ્રૌઢ પ્રવૃતિ,બાળકોની સુટેવો અને નઇ તાલીમ શિક્ષણ સાથે અનુક્રમે જોડાયેલા મહાનુભાવના નામ જણાવો. 

– જ્હોન ડ્યુઈ, ગિજુભાઈ બધેકા અને મહાત્મા ગાંધીજી