ગુજરાતી સાહિત્યની સુપ્રસિદ્ધ પંક્તિઓ
- કંઈ લાખો
નિરાશામાં અમર આશા છુપાઈ છે. - મણીલાલ ત્રિવેદી
- કે હીન જન્મે નવ
હીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવે –
ઉમાશંકર જોશી
- જેહના ભાગ્યમાં
જે સમે જે લખ્યું તેહને તે સમે જ પહોચે- નરસિંહ મહેત
- હું માનવી માનવ
થાઉં તો ઘણું - સુંદરમ્
- જ્યાં જ્યાં વસે
એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત-
ખબરદાર
- ચલમન મુંબઈનગરી, જોવા પુચ્છ વિનાની મગરી.- નિરંજન ભગત
- પ્રિયે ! સ્પર્શ
કરું હું ? અધિકાર જરા નથી - કાન્ત
- સૌન્દર્યો પામતા
પહેલા સૌદર્ય બનવું પડે.- કલાપી
- ભોમિયા વિના
મારે ભણવા’તા ડુંગરા - ઉમાશંકર જોશી
- શમેના વેરથી
વેર. ટળેના પાપ પાપથી - સ્નેહરશ્મિ
- હા પસ્તાવો
વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,પાપી તેમાં ડૂબકી દઈને
પુણ્યશાળી બને છે.- કલાપી
- મંગલ મંદિર ખોલો
દયામય મંગલ મંદિર ખોલો.- નરસિંહરાવ દિવેટિયા
- જનની જોડ સખી
નહી જડે રે લોલ- કવિ બોટાદકર
- વિશાળે જગ
વિસ્તરે નથી એક માનવી, પશુ છે,પંખી
છે વનોની છે વનસ્પતિ - ઉમાશંકર જોશી
- ગુજારે જે શિરે
તારે .જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારુએ અતિ પ્યારૂં
ગણે લેજે-બાલાશંકર
- પરથમ પ્રણામ
મારા માતાજીને કહેજો- રા.વિ.પાઠક
- છેલ્લો કટોરો આ
ઝેરનો પી જાજો બાપુ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ- ઝવેરચંદ મેઘાણી
- હરિનો મારગ છે, શૂરાનો નહિ કાયરનું કામ જોને - પ્રિતમદાસ
- મેરૂ તો ડગે રે
જેના મનનો ડગે, મારને ભાંગી રે પડે ભરમાંડ રે -
ગંગાસતી
- વૈષ્ણવજનતો તેને
રે કહીએ જે પીળ પરાઈ જાણે રે- નરસિંહ મહેતા
- ભાષાને શું વળગે
ભૂર ? જે રણમાં જીતે તે શૂર -
અખો
- રામ રમકડું
જડિયુંરે રાણાજી મને રામ રમકડું જડિયું - મીરાબાઈ
- એક મૂરખને એવી
ટેવ, પથ્થર એટલા પૂજે દેવ.- અખો
- મારી આંખે
કંકુના સૂરજ આથમ્યા- રાવજી પટેલ
- જ્યાં જ્યાં નજર
મારી ઠરે યાદી ભરી ત્યાં આપની - કવિ કલાપી
- યા હોમ કરીને
પડો,ફતેહ છે આગે- નર્મદ
- ઘટમાં ઘોડા
થનગને .આતમ વીંઝે પાંખ,અણ દીઠેલી ભોમ પર, યૌવનમાંડે આંખ-ઝવેરચંદ મેઘાણી
- સ્વર્ણ અક્ષરે
લખશે કવિઓ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની,જય જય ગરવી ગુજરાત -રમેશ ગુપ્તા
- જય જય ગરવી
ગુજરાત, દીપે અરુણ પ્રભાત- કવિ નર્મદ
- જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલી થાજો - કરસનદાસ માણેક
- હણોના પાપીને
દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી- સુન્દરમ
- પ્રેમળ જ્યોતિ
તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળો- નરસિંહરાવ દિવેટિયા
- ખોબો ભરીને અમે
એટલું હસ્યા, કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા-
જગદીશ જોશી
- તારી આંખનો
અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપનો પૂનમનો પાગલ એકલો રે- વેણીભાઈ પુરોહિત
- વ્યક્તિ મટી
બનું હું વિશ્વમાનવી- ઉમાશંકર જોશી
- અસત્યો મહિથી
પ્રભુ પરમ સત્યે તું લઇ જા - ન્હાનાલાલ
- આટલાં ફૂલો નીચે
ને આટલાં લાંબો સમય ગાંધી કદી સૂતો ન'તો - હરીન્દ્ર
દવે
- નથી જાણ્યું
અમારે પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી
છે – ઝવેરચંદ મેઘાણી
- ઊંચી નીચી ફર્યા
કરે જીવનની ઘટમાળા ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ - સ્નેહરશ્મિ
- માનવ ન થઇ શક્યો
તો એ ઈશ્વર બની ગયો, જે કઈ બની ગયો એ બરાબર બની ગયો
છે. · આદીલ મનસૂરી
- જગતના સહુ
કડીઓમાં સ્નેહની સર્વથી વડી – સુન્દરમ
- કશું જ મારા
હાથમાં નથી, મારા હાથ પણ મારા હાથમાં નથી -
લાભશંકર ઠાકર
- સ્વતંત્ર
પ્રકૃતિ તમામ, એક જ માનવી કાં ગુલામ ! -
ઉમાશંકર જોશી
- ભૂલો ભલે બીજું
બધું, મા-બાપનેભૂલશો નહીં,અગણિત છે ઉપકાર એના એહ વિસરશો – પુનીત મહારાજ
- જ્યાં સુધી
ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહિ પહેરૂં - કવિ પ્રેમાનંદ
- મને એ જોઇને
હસવું હજારોવાર આવે છે,પ્રભુ તારાં બનાવેલા આજે તને
બનાવે છે- હરજી લવજી દામાણી ' શયદા'
- જ્યાં જ્યાં વસે
એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત-
અરદેસર ખબરદાર
- ભલું થયું ભાંગી
જંજાળ,સુખે ભજીશું શ્રીગોપાળ- નરસિહ મહેતા
- મળતાં મળી ગઈ
મોઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે....- ઉમાશંકર જોશી
- કલા છે ભોજયમીઠી
તે ભોક્તા વિણ કલા નહિ – કલાપી
- જળ કમળ છોડી જા
રે બાળા ...- નરસિંહ મહેતા
- સિંહને શાસ્ત્ર
શા? વીરને મૃત્યુ શા? - નાનાલાલ
- આજની ઘડી
રળીયામણી રે ......... નરસિંહ મહેતા
- અંતરની એરણ પર
કોની પડે હથોડી ચેતનરૂપ? – સુન્દરમ
- એક જ દે ચિનગારી, મહાનલ ! – હરિહર ભટ્ટ
- જીગરનો યાર જુદો
તો બધી સંસાર જુદો છે, બધા સંસારથી એ યાર બેદરકાર
જુદો છે– બાલાશંકર સ્થારિયા
- દિવસો જુદાઈના
જાય છે, એ જશે જરૂર મિલન સુધી –
ગની દહીવાલા
- જ્યારે પ્રણયની
જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઇ
હશે- આદીલ મન્સુરી
- તમારા અહીં આજ
પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે
– ગનીદહીવાલા
- પૃથ્વી સમું નહિ
બેસણું આભ સમું નહિ છત્ર – ઉશનસ
- પ્રેમને કારણો
સાથે સંબંધ નથી – કલાપી
- ઘડિયાળના કાંટા
પર હાઠ્યાં કરે સમય– મનોજ ખંડેરિયા
- એ સોળ વરસની
છોરી સરવરિયેથી જલ ભરતી તોય એની મટકી રહેતી કોરી– પ્રિયકાંત મણિયાર
- ફૂલ કહે ભમરાને
ભમરો વાત કહે ગુંજનમાં - હરીન્દ્ર દવે
- કદાચ કાલે હું
નહિ હોઉં..કાલે સુરજ ઉગે તો કહેજો.... - સુરેશ જોશી
- પકડો કલામને કોઈ
પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને–
મનોજ ખંડેરિયા
- ત્રણ વાના મુજને
મળ્યા, હૈયું, મસ્તક,
હાથ બહુ દઈ દીધું નાથ ! ચોથું નથી માંગવું –ઉમાશંકર
જોશી