TET 2 Part 1 Psychology questions 2011

TET 2 ભાગ 1 (2011)ની પરીક્ષામાં મનોવિજ્ઞાનમાંથી પુછાયેલ પ્રશ્નો...


રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ - 2009 ક્યા પ્રકારની શાળાને લાગુ પડે છે?

A) માત્ર સરકારી શાળાઓને

B) બધા પ્રકારની શાળાઓને

C) માત્ર ખાનગી શાળાઓને

D) માત્ર ગ્રાંટ ઈન એઈડ શાળાઓને


RTE અનુસાર 10 વર્ષનું બાળક જે કદી શાળાએ ગયું નથી....

A) ધોરણ 4માં પ્રવેશ મળવો જોઈએ.

B) પરીક્ષા લઈ કક્ષા અનુસાર પ્રવેશ આપવો જોઈએ.

C) કોઈ પણ ધોરણમાં પ્રવેશ ન આપવો જોઈએ. 

D) તેને ધોરણ 1માં પ્રવેશ મળવો જોઈએ.


નીચે પૈકી બૌદ્ધિક અધ્યયનનું લક્ષણ શું છે ?

A) અધ્યેતા પ્રયત્ન અને ભૂલ દ્વારા સાચા જવાબ સુધી પહોંચે.

B) અભ્યતાને સાચો જવાબ આપવામાં આવે અને તે શીખે.

C) અધ્યેતા શિક્ષાના ડરના કારણે સાચા જવાબ સુધી પહોંચે.

D) અધ્યેતા ચિંતન પ્રક્રિયા દ્વારા સાચો જવાબ શોધે. 


અસરકારક પ્રત્યાયનમાં જરૂરી નથી......

A) અસરકારક હાવભાવ

B) વિષય વસ્તુ પરનું પ્રભુત્વ

C) પ્રભાવશાળી વ્યક્તિત્વ

D) ભાષાનો આરોહ-અવરોહ્


14 વર્ષનો સતીષ પોતાનામાં જોવા મળતા શારીરિક ફેરફારોને કારણે ચિંતિત છે. તેને આ સમસ્યામાંથી બહાર લાવવા સૌથી વધુ કોણ ઉપયોગી થશે ?

A) ટી.વી.ચેનલ

B) મિત્રો

C) માતા પિતા

D) પુસ્તકો


નિશાબહેન બોર્ડ પર દાખલો ગણતી વખતે ભૂલ કરે છે જે તેમને પછી જ્ઞાત થાય છે, તો તેમણે

A) તેમણે ભૂલની અવગણના કરવી આગળ વધવું જોઈએ.

B) તેમણે વર્ગ પડતો મૂકવો જોઈએ.

C) તેમણે વિધાર્થીઓને પોતાની ભૂલ દર્શાવવા કહેવું જોઈએ.

D) તરત જ બોર્ડ પરનું લખાણ ભુંસી કાઢવું જોઈએ. શિક્ષિકા સીમાબહેન સારુ વિષયવસ્તુનું જ્ઞાન ધરાવે છે તથા વિષયને


લગતા પુસ્તકો નિયમિત વાંચે છે, તેમ છતાં વિધાર્થીઓ તેમની પાસે જવામાં સંકોચ અનુભવે છે તે માટે સૌથી વધુ જવાબદાર કારણ નીચે પૈકી ક્યું છે ?

A) તેમને વિધાર્થીઓની સાથે રહેવું ગમતું નથી.

B) તેમની યાદશક્તિ તેજ છે.

C) તેમનો વીલપાવર ઊંચો છે. 

D) તે વિષયવસ્તુમાં નિષ્ણાત છે.


સાંવેગિક વિકાસ એટલે.

A) સંવેગોને સામાજિક ન્યાય તરાહોમાં વ્યક્ત કરવા.

B) મિત્રો સાથે લાગણીઓનું આદાન પ્રદાન 

C) પોતાની લાગણીઓ પર અંકુશ મેળવવો અને સંવેગોને

સામાજિક માન્ય તરાહોમાં વ્યક્ત કરવા. 

D) પોતાની લાગણીઓ પર અંકુશ મેળવવો.


ગુજરાત સરકારે હાલમાં ક્યા સ્તરના બાળકોને નાપાસ કરવા ઉપર પ્રતિબંધ મૂકેલ છે ?

A) 6થી 10 વર્ષની વયજૂથના 

B) 6થી 12 વર્ષની વયજૂથના

C) 6થી 14 વર્ષની વયજૂથના

 D) 6થી 8 વર્ષની વયજૂથના


વિશ્વમાં સૌ પ્રથમ બુદ્ધિકસોટીની રચના કોણે કરી ?

A) વેક્સલર

B) કે જી દેસાઈ

C) સાયમન અને બિને

D) સ્ટેનફર્ડ-બિને 


રાજ્ય સરકારે અમલી બનાવેલ વિદ્યાદીપ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને શાનો લાભ મળે છે ?

A) મફત પાઠ્ય પુસ્તકો

B) વિમા યોજના

C) મફ્ત સ્વાધ્યાયપોથીઓ અને નકશાપોથીઓ

D) 1000 રૂપિયાના બોન્ડ


ધારોકે તમે એક શાળાના આચાર્ય છો, તમારી શાળામાં કામ કરનારાઓને તમામ કોઈક પગલાને લીધે કચવાટ થયો છે અને

ગુસ્સે ભરાયેલા છે. તો તમે શું કરશો ? 

A) લાગવગીયા હોય તેવાની સામે શિસ્તના પગલાં ભરવા જોઈએ.

B) તમારા ઉપરી અધિકારીને આ બાબતની જાણ કરી તેની સલાહ મેળવવી જોઈએ.

C) ભાગલા પાડી રાજ કરોની નીતિ અપનાવવી જોઈએ.

D) તેઓને તમારી ઓફિસમાં બોલાવીને શાંતિથી સાંભળવા જોઈએ.


નીચેનામાંથી કોણે વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓની સમજ આપી છે ?

A) ઈવાન પેટ્રોવિચ પાવલોવ

B) ઈલિઝાબેથ હરલોક

C) કાર્લ શ્રુંગ

D) બી.એફ.સ્કિનર


વર્ગમાં જુદી જુદી કક્ષા ધરાવતા વિધાર્થીઓ માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ હોઈ શકે ?

A) સહપાઠી શિક્ષણ

B) વ્યાખ્યાન

C) સ્વાધ્યાય પદ્ધતિ

D) નોટ્સ લખાવવી


એક બાળક ફટાકડા ફોડતાં હાથે દાઝી ગયો છે, તો તમારે પ્રાથમિક સારવાર શું આપવી જોઈએ ?

A) કોઈકને કહેવું કે ડોકટરને બોલાવી લાવો. 

B) તે બાળકના દાઝેલા હાથને પૂરતી ઠંડક ન થાય ત્યાં સુધી ઠંડા પાણીમાં જ રાખવો.

C) દાઝેલા હાથ પર કોઈપણ મલમ લગાવવો.

D) તે બાળકના હાથને ‘ડેટોલ’ની ધોઈ નાખવા.


નીચે પૈકી કઈ અધ્યાપનની સૌથી ખરાબ ગુણવત્તા છે ?

A) વર્ગખંડમાં શાંતિ ઉપર ભાર ન આપવો.

B) નિપુણતાને પ્રયત્ન કરતાં વધારે મહત્ત્વ આપવું.

C) અહીં દર્શાવેલ ત્રણેય

D) શિક્ષક પર અધ્યાપન પ્રવૃત્તિનું વર્ચસ્વ 


વિષયવસ્તુ અધ્યાપનની પદ્ધતિ નક્કી કરવા માટે નીચે પૈકી ક્યુ સૌથી વધુ નિર્ણાયક તત્ત્વ છે ?

A) વિધાર્થીઓનું વય જૂથ

C) વર્ગખંડ પર્યાવરણ

B) ઉપલબ્ધ સંસાધનો

D) અભ્યાસક્રમ