તમારા શોધનું શીર્ષક શું છે?
તમે તમારા શોધનો વિષય કેવી રીતે પસંદ કર્યો?
તમારા શોધના શીર્ષકને અન્ય કેવી રીતે લખી શકાય?
શીર્ષક લખવા સમયે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
તમારા માર્ગદર્શકનું પૂરું નામ જણાવો.
તમારા માર્ગદર્શકની શૈક્ષણિક લાયકાત જણાવો.
તમારા શોધ નિબંધનું સમસ્યા કથન શું છે?
આજના સમયમાં તમે પસંદ કરેલ વિષયની મહત્તા સમજાવો.
શિક્ષણના ક્ષેત્રમાં તમે પસંદ કરેલ વિષયનું મહત્વ તેમજ લાભો
જણાવો.
તમારી શોધ કાર્યનો ઉદ્દેશ્ય શું છે?
તમારી શોધ અધ્યયનનો ઉદ્દેશ્ય શું છે?
તમે કરેલા શોધ કાર્ય દરમ્યાન કેટલી પરિકલ્પનાનો સમાવેશ
કરેલો છે?
શોધમાં પરિકલ્પના ક્યાં આધાર ઉપર બનાવવામાં આવી છે?
શોધમાં ક્યાં ક્યાં ચલો ઉપયોગમાં લીધેલા છે?
તમે કરેલા શોધ કાર્યના સંદર્ભમાં સ્વતંત્ર અને આશ્રિત ચલ
વિશે માહિતી આપો.
શોધ માટે તમે કઈ સંશોધન પધ્ધતિનો ઉપયોગ કરેલો છે? શા માટે?
સંશોધન પધ્ધતિ ક્યાં પ્રકારની છે?
સંશોધન માટેના અધ્યયન માટે ક્યાં પ્રકારના સ્ત્રોતનો ઉપયોગ
કરેલો?
તમારા શોધ કાર્યની મર્યાદા શું છે?
તમારા શોધ કાર્યને ક્યાં ક્ષેત્રોમાં લાગુ પાડી શકાય?
તમે ઉપયોગમાં લીધેલા સંદર્ભના કોઈપણ બે નામ જણાવો.