TET 2 ભાગ 1 (2015)ની પરીક્ષામાં મનોવિજ્ઞાનમાંથી પુછાયેલ પ્રશ્નો...
શિક્ષણનું મુખ્ય કાર્ય છે ?
A) નિર્ધારિત સમયમાં પાઠ્યક્રમ પૂર્ણ કરવો,
B) વિદ્યાર્થીઓમાં નિહિત આંતરિક શક્તિઓનો વિકાસ કરવો.
C) નિર્ધારિત અધ્યયન ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા.
D) વિદ્યાર્થીઓના વ્યવહારમાં પરિવર્તન લાવવું.
શીખવું એટલે........
A) વ્યવહારમાં પરિવર્તન આવવું
B) જ્ઞાનપ્રાપ્તિ કરવું
C) સમસ્યા સમાધાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવી
D) તાલીમ કે અનુભવો દ્વારા વ્યવહાર સુધારણા
શિક્ષણ - વિધાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ?
A) વિધાર્થીના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ
B) આત્મીય હોવો જોઈએ
C) આજીવન હોવો જોઈએ
D) ગૌરવપ્રદ હોવો જોઈએ
એક શિક્ષક એવું અનુભવે છે કે, તેના વિધાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ ?
A) તેણે જાતે રિફ્રેશર કોર્સ કરવો જોઈએ; જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકે
B) વિદ્યાર્થીઓને પ્રાઈવેટ ટ્યુશન કરવા માટે સલાહ આપવી જોઈએ
C) શાળાના આચાર્યને મળીને પોતાનું ધોરણ બદલવા માટે વિનંતી કરવી જોઈએ
D) બીજી જગ્યાએ નોકરી શોધી લેવી જોઈએ
વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ ?
A) તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો
B) તે બાળકોને હંમેશા સહાયતા કરવી
C) તેવા બાળકો જાતે કાર્ય કરે તેવું કરવું
D) તેવા બાળકો પ્રત્યે દયાભાવ પ્રદર્શિત કરવો
સમાવેશી શિક્ષણ (Inclusive Education) એટલે.......
A) ગ્રામીણ વિસ્તારના પછાત બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી
B) વિશિષ્ટ યોગ્યતા વાળા બાળકો માટે અલગ શિક્ષણ વ્યવસ્થા
C) એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે સમૂહમાં બાળકોને શિક્ષણ આપવું વિશિષ્ટ
D) એક જ શાળા પરિસરમાં અલગ ધોરણોમાં સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો માટે શિક્ષણ વ્યવસ્થા કરવી
પ્રાથમિક કક્ષાએ વિધાર્થીઓની શીખવા સંબંધિ સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે ?
A) સમયાંતરે કસોટીઓનું આયોજન કરવું.
B) વિધાર્થીઓની ક્ષમતાઓ તથા યોગ્યતારૂપ વિવિધ શિક્ષણ પ્રણાલીઓનો અમલ કરવો.
C) સરળ અને રોચક્ર પાઠ્યપુસ્તકોનો અમલ
D) કહાની વિધિનો અમલ કરવો.
એક બાળકની ગંદી આદત છોડાવવી છે. - આ સંદર્ભમાં નિર્દેશિત સિદ્ધાંતો પૈકી ક્યા અધ્યયન સિદ્ધાંતની અનુપ્રયોગ કરવો ઉચિત રહેશે ?
A) લેવિનનો સિદ્ધાંત
B) થોર્ન ડાઈકનો સિદ્ધાંત
C) પાવલોવનો સિદ્ધાંત
D) સ્કિનરનો સિદ્ધાંત
વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે, તો શિક્ષક તરીકે તમે શું કરશો ?
A) તેઓને યોગ્ય કાર્યક્રમ ઘડવામાં મદદ કરીશ.
B) તેઓને કાર્યક્રમનું આયોજન કરી લાવવા કહીશ.
C) તેઓના વિચારાને આવકારીશ
D) તેઓને પ્રોત્સાહિત કરીશ.
વર્ગખંડમાં વિધાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ ત્યારે થશે જો ચર્ચાનો વિષય...
A) વિધાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યો હોય.
B) રજુ કરવામાં આવ્યો ન હોય.
C) ચર્ચાની પહેલા બતાવવામાં આવેલ હોય.
D) રજુ કર્યા વગર બોર્ડ ઉપર લખવામાં આવેલ હોય.
“મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહી એટલે ઓછા ગુણ આવ્યા' આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે ?
A) ધ્યાનાકર્ષણ
B) ક્ષતિપૂર્તિ
C) પ્રક્ષેપણ
D) આક્રમકતા
ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં હિન્દી શિક્ષણની શરૂઆત ક્યા ધોરણથી થાય છે ?
A) ધોરણ ૩
B) ધોરણ 2
C) ધોરણ 4
D) ધોરણ ૬
ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
A) સમવાય શિક્ષણ
B) વ્યાવસાયિક શિક્ષણ
C) માતૃભાષા દ્વારા શિક્ષણ
D) મફત અને ફરજીયાત શિક્ષણ
ધોરણ 2માં ક્યા સુધીનું સંખ્યાજ્ઞાન આપવામાં આવે છે ?
A) 1 થી 1000 સુધી
B) 1 શ્રી 100 સુધી
C) 1 થી 50 સુધી
D) 1 થી 200 સુધી
બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પગથિયું ક્યુ છે ?
A) અનુલેખન
B) અર્થ ગ્રહણયુક્ત વાચન
C) શ્રુતલેખન
D) સ્વતંત્ર લેખન
એસ.એમ.સી.માં નીચેના પૈકી કોણ ફરજીયાત સભ્ય નથી?
A) ગ્રામ પંચાયતના સભ્ય
B) બાળકના વાલી
C) એક સ્થાનિક કેળવણીકાર
D) સરપંચ
“તુંડે તુડે મતિર્ભિના'' કહેવત કોની સાથે અનુબંધ ધરાવે છે ?
A) વૃદ્ધિ
B) બુદ્ધિ
C) પ્રેરણા
D) વિકાસ
જેમનો બુદ્ધિઆંક 15 થી 90 હોય તે કેવા પ્રકારના બાળકો તરીકે ઓળખાય છે?
A) ધીમી ગતિએ શીખનાર બાળકો
B) મેઘાવી બાળકો
C) અપવાદરૂપ બાળકો
D) મંદ બાળકો
ધીમી ગતિએ શીખનાર બાળકો માટે કઈ પદ્ધતિ આશિર્વાદ રૂપ ગણાય છે.
A) ગુણન પદ્ધતિ
B) નિગમન પદ્ધતિ
C) આગમન પદ્ધતિ
D) તર્ક પદ્ધતિ
“માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી'' કેળવણીની આ વ્યાખ્યા કોણે આપી હતી ?
A) સ્વામી દયાનંદ
B) સર્વપલ્લી રાધાકૃષ્ણન
C) સ્વામી વિવેકાનંદ
D) મહાત્મા ગાંધી
21મી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા યા પંચે કહ્યું કે - શિક્ષણ એ ભીતરનો ખજાનો છે ?
A) રાધાકૃષ્ણન પંચ
B) કોઠારી શિક્ષણ પંચ
C) ડેલોર્સ પંચ
D) મેકોલે પંચ
માઈક્રોટીચિંગ એ.....
A) અધ્યયન-અધ્યાપન છે.
B) શિક્ષણ પદ્ધતિ છે.
C) તાલીમ પ્રયુક્તિ છે.
D) સંક્ષિપ્ત રજૂઆત છે.
સણોસરા સ્થિત લોકભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી?
A) મનુભાઈ પંચોળી
B) ગીજુભાઈ બધેકા
C) હરભાઈ ત્રિવેદી
D) નાનાભાઈ ભટ્ટ
ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડયા છે. આ વાક્ય કોનું છે?
A) યશપાલ સમિતિ
B) મુદ્દાલિયર પંચ
C) રાધાકૃષ્ણન પંચ
D) કોઠારી કમિશન