સ્પર્ધાત્મક પરીક્ષામાં હાલ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.જે પહેલા સ્નાતક સ્તર પર આવતી ભરતી માટે ૩૫ વર્ષ હતી,તે હવે ૩૬ વર્ષ કરવામાં આવી છે અને સ્નાતક કરતાં ઓછી લાયકાત ધરાવતી પોસ્ટ માટે વય મર્યાદા ૩૩ વર્ષથી વધારી ૨૪ વર્ષ કરવામાં આવી છે.
આ વય મર્યાદાની છૂટછાટ માત્ર ૦૧/૦૯/૨૦૨૨ થી ૩૧/૦૮/૨૦૨૩ સુધી લાગુ રહેશે.આ સમય મર્યાદા દરમિયાન કોઈપણ ભરતી કે કોઈપણ જાહેરાત આવે તો તે મહતમ વય મર્યાદા લાગુ પડશે.તે ઉપરાંત કેટેગરી મુજબ જે વય મર્યાદામાં છૂટછાટ મળે છે તે તો લાગુ જ રહેશે.(છૂટછાટ સાથે ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ)
જે જગ્યાના ભરતી નિયમોમાં ફક્ત સ્નાતકની શૈક્ષણિક લાયકાતની જોગવાઈ હોય એટલે કે મહતમ વયમર્યાદા ૩૫ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્યાઓની સીધી ભરતી ઉક્ત સમયગાળામાં કરવામાં આવે તો મહતમ વયમર્યાદા ૩૬ વર્ષ તથા જે જગ્યાના ભરતી નિયમોમાં સ્નાતક કરતાં ઓછી હોય શૈક્ષણિક લાયકાતની જોગવાઈ હોય એટલે કે મહતમ વયમર્યાદા ૩૩ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્યાઓની સીધી ભરતી માટે ઉપરોક્ત સમયગાળામાં કરવામાં આવે તો મહતમ વયમર્યાદા ૩૪ વર્ષ ગણવાની રહેશે.