સંશોધન અહેવાલનું માળખું
સંશોધન અહેવાલમાં સમાવિષ્ટ બાબતો
પ્રારંભિક સાહિત્ય
સંશોધનનું વિષયવસ્તુ
સંદર્ભ સાહિત્ય
(1)પ્રારંભિક સાહિત્ય :
પ્રારંભિક સાહિત્ય : શીર્ષક, સ્વીકૃતિપત્ર, ઋણ સ્વીકાર, અનુક્રમણિકા, સારણીસૂચિ, આલેખ-આકૃતિ/ચિત્રોની સૂચિ, સંજ્ઞા સૂચિ, સંશોધન સારાંશ
(A) શીર્ષક :
શીર્ષક ખૂબ જ મહત્વનુ છે.તેમાં
સંશોધનનું શીર્ષક,સંશોધનકર્તાનું નામ,પદવી
અંગેની માહિતી,યુનિવર્સિટીનું નામ તથા પદવી મેળવવા માટેના
માસ,વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે છે.
નોંધ : સંશોધનકર્તા માટે કેટલીક યુનિવર્સિટીમાં
માર્ગદર્શિકા પણ તૈયાર કરાયેલ હોય છે.જેમાં ટાઇટલ,સબટાઇટલમાં
ફૉન્ટ સાઇઝ અને કઈ કઈ વિગતોનો ઉલ્લેખ કરવો તે પણ જણાવેલું હોય છે.
(B) સ્વીકૃતિપત્ર :
સ્વીકૃતિપત્રમાં સ્વીકાર
સબંધી બાબતોનો સમાવેશ થાય છે.
તેમાં વિધાર્થી જે વિભાગ/કોલેજમાં અભ્યાસ કરે છે,તેના દ્વારા આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે તે અંગેનું પ્રમાણપત્ર
આપવાનું હોય છે.
તેમાં વિધાર્થી,માર્ગદર્શક અને સંસ્થાના વડાની સહી હોય છે.
(C) અનુક્રમણિકા :
અનુક્રમણિકા એ સંશોધન
અહેવાલનું દર્પણ છે,જેમાં વિવિધ પ્રકરણો,સંદર્ભસૂચિ,આનુપૂર્તિ અને સૂચિપત્રનો સમાવેશ કરવામાં
આવે છે.
(E) સારણીસૂચિ :
જેમાં સારણીનો ક્રમાંક,સારણીનું યોગ્ય શીર્ષક અને પાનાં નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
(F) આકૃતિ/ચિત્ર/આલેખોની સૂચિ :
ચિત્રો,આલેખ,નકશા વગેરેનો આ યાદીમાં સમાવેશ થાય છે.
(G) સંજ્ઞાઓ :
સંશોધન અહેવાલમાં ચિહ્નો,સંક્ષેપો અને સંજ્ઞાઓ વગેરેની સમાજ આપવી જરૂરી છે.
(H) સંશોધનનો સારાંશ :
નામ પ્રમાણે ટૂંકમાં
મહત્વની બાબતોનો સમાવેશ થઈ શકે તેવા સંશોધનનો સારાંશ અહેવાલ હોવો જોઈએ.
કેટલીક યુનિવર્સિટીઓ સંશોધન સારાંશમાં શબ્દોની મર્યાદા પણ
નક્કી કરે છે.
માર્ગદર્શિકા પ્રમાણે પણ સંશોધન સારાંશ તૈયાર કરી શકાય.
(2) સંશોધન અહેવાલનું વિષયવસ્તુઓનો વિભાગ
અહી સંશોધનને અનુરૂપ વિવિધ બાબતોનો સમાવેશ થાય છે અને તે
મુજબ પ્રકરણીકરણ કરવામાં આવે છે.
સંશોધન અહેવાલ મુખ્યત્વે પાંચ પ્રકરણમાં વિભાજિત કરવામાં
આવે છે.
પ્રકરણ 1 : સમસ્યાવિધાન અને શબ્દોનું પારિભાષિકરણ
પ્રકરણ 2 : સંદર્ભ સાહિત્યની સમિક્ષા
પ્રકરણ 3 : સંશોધન યોજના
પ્રકરણ 4 : માહિતી વિશ્લેષણ
પ્રકરણ 5 : સારાંશ,તારણો અને ભલામણો
(જરીરિયાત મુજબ પ્રકરણોની સંખ્યામાં વધ ઘટ કરી શકાય છે.)
(3)સંદર્ભ બાબતોનો વિભાગ
તેમાં મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ થાય છે.
(1)સંદર્ભ સૂચિ (2)આનુપૂર્તિઓ (3)શબ્દાવલી
(1)સંદર્ભ સૂચિ :
સંશોધનના વાચક વર્ગને માહિતી પ્રત્યે વિશ્વસનીયતા ઊભી કરવા
સંદર્ભ સૂચિ જરૂતિ છે.
(2)આનુપૂર્તિઓ :
જેમાં વિશિષ્ટ બાબતોનો સમાવેશ થાય છે.કાર્યક્રમની રૂપરેખા,પ્રયોગનું માળખું,તજજ્ઞ,વિસ્તારની યાદી વગેરેનો સમાવેશ થાય છે.
(3)શબ્દાવલી :
જેમાં સંશોધન અહેવાલમાં વપરાયેલા વિશિષ્ટ
શબ્દો કે શબ્દસમૂહોનું અંગ્રેજીમાં રૂપાંતર અને તેનો અર્થ આ શબ્દસૂચિમાં
દર્શાવવામાં આવે છે.