પદ્મ પુરસ્કાર 2022

ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન ખાતે હાલમાં જ 2022માં 128 પસંદગી ધરાવતા વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી સન્માનીત કર્યા છે.

તેમાં 4 પદ્મ વિભૂષણ,17 પદ્મ ભૂષણ અને 107 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે.

  • પદ્મ પુરસ્કારની જાહેરાત દર વર્ષની 26મી જાન્યુઆરી(ગણતંત્ર દિવસ)ના દિવસે કરવામાં આવે છે.
  • આ પુરસ્કાર સર્વોચ્ચ નાગરિક સન્માનમાનું એક છે.
  • 1954માં સ્થાપિત થયેલ આ પુરસ્કાર 1978, 1979 અને 1993થી 1997 સમય દરમિયાન બંધ રહેલ.
  • આ એવા વિષય અને ગતિવિધિના ક્ષેત્રોમાં મેળવેલી વિશેષ સિધ્ધી માટે હોય છે,જેમાં સાર્વજનિક સેવા સમાવિષ્ટ છે.

આ પુરસ્કારને ત્રણ શ્રેણીમાં વિભાજિત કરવામાં આવેલ છે.

  • પદ્મ વિભૂષણ (અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે)
  • પદ્મ ભૂષણ (ઉચ્ચ વર્ગની વિશિષ્ટ સેવા માટે)
  • પદ્મ શ્રી (પ્રતિષ્ઠિત સેવા માટે)

આ ત્રણ માંથી પદ્મ વિભૂષણ સર્વોચ્ચ છે.

આ પુરસ્કાર જુદા જુદા વિષયો અને ગતિવિધિના ક્ષેત્રોમાં આપવામાં આવે છે : જેમ કે સામાજિક કાર્ય, કલા,  વિજ્ઞાન, એન્જીનિયરીંગ, વ્યાપાર વાણિજ્ય, સાર્વજનિક બાબતો, મેડિકલ ક્ષેત્ર, સાહિત્ય અને શિક્ષણ, રમત, સિવિલ સેવાઓ વગેરે...

પદ્મ પુરસ્કાર સમિતિ : પ્રધાનમંત્રી દ્વારા દર વર્ષે ગઠિત કરવામાં આવતી સમિતિ કે જેને 'પદ્મ પુરસ્કાર સમિતિ' કહે છે,તેના દ્વારા કરવામાં આવેલી ભલામણના આધારે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કાર સામાન્ય રીતે માર્ચ કે એપ્રિલ માહિનામાં આપવામાં આવતો હોય છે.

પદ્મ પુરસ્કાર સન્માનીત વ્યક્તિઓના નામ જાણો : Download