વ્યક્તિત્વ અને તેના પ્રકાર (Personality and it’s types)

Personality લેટિન ભાષાનો શબ્દ ‘Persona’ ઉપરથી બનેલો છે.

Persona નો અર્થ થાય છે – ખોટો ચહેરો/મુખોટો/બહારનું આવરણ/માસ્ક/નકાબ/કામ ચલાઉ ચહેરો/પરિસ્થિતિક ચહેરો.

પહેલાના સમયમાં બાહ્ય રૂપ રેખાને આધારે વ્યક્તિત્વની વ્યાખ્યા કરવામાં આવતી પણ હાલના સમયમાં બાહ્યની સાથે સાથે આંતરિક ગુણોને આધારે વ્યક્તિત્વની વ્યાખ્યા કરવામાં આવે છે.

 

“વ્યક્તિત્વ વ્યક્તિના વ્યવહારની સમગ્ર વિશેષતા છે.”  - વિલિયમ વુડવર્થ

“વ્યક્તિત્વ એટલે જેના દ્વારા આપણે ભવિષ્યવાણી કરી શકીએ છે કે કોઈ વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં કેવું કાર્ય કરશે.”  - કૈટલ

“વ્યક્તિત્વ તે મનોદૈહિક વ્યવસ્થાઓનું ગત્યાત્મક સંગઠન છે,જે વાતાવરણ સાથે સમાયોજન સ્થાપિત કરી લે છે.”  - ઓલપોર્ટ

“વ્યક્તિત્વ વ્યક્તિના ગુણોનો સમન્વિત રૂપ છે.”  - ગિલફર્ડ

વ્યક્તિત્વના સિધ્ધાંતમાં મનોવિશ્લેષણાત્મક સિધ્ધાંત આપનાર – સિગમંડફ્રોઈડ

વ્યક્તિત્વ = વંશાનુક્રમ X વાતાવરણ (વિલિયમ વુડવર્થ મુજબ)

 

વ્યક્તિત્વના પ્રકાર :

યંગમુજબ – સમાજીકતાને આધારે વ્યક્તિના વ્યક્તિત્વને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

(૧) અંતર્મુખી

(૨) બહિર્મુખી

(૩) ઉભયમુખી

 

  • અંતરમુખી : એકાંતપ્રિયચૂપચાપ રહેવાવાળામિત્રોની સંખ્યા ઓછી રાખનારકામથી કામ રાખનારાસહયોગ અને સમાજીકતાની ભાવનાનો અભાવ
  • બહિર્મુખી : વિનોદીમિત્રોની સંખ્યા વધુ રાખનારસમાજમાં લોકપ્રિયબોલકણાસહયોય અને સમાજીકતાની ભાવના વધુ
  • ઉભયમુખી : અંતર્મુખી અને બહુર્મુખી વ્યક્તિત્વનું મિશ્રણ સમય અને આવશ્યકતા મુજબ પોતાના વ્યવહારમાં પરીવર્તન કરી લેવા વાળા.

 

શરીર રચનાના આધારે વ્યક્તિત્વને ચાર ભાગમાં વિભાજિત કરેલ - ઇ.ક્રેચમર.

(૧) પુષ્ટ – એથ્લેટિક

(૨) દૂબળું - એસ્થેનિક

(૩) ઘનત્વ – પિકનિક

(૪) વિમૂર્તિ – ડિસ્લાસ્ટીક

 

  • પુષ્ટ : પુષ્ટ માંસપેશીઓસુયોગ્ય અંગપહોળા ખંભાલાંબા હાથ પગ અને દરેક યોગ્ય મનોકૂલન સમાયોજન કરવા વાળા.
  • દૂબળું – દુબળા પાતળા, લાંબાસંકીર્ણ વક્ષલંબાઈ વધુ અને પાતળાબીજાને માટે હસવા પાત્ર.
  • ઘનત્વ – નાનું કદમોટું ધડનાના હાથ પગગોળાકાર ખંભોવક્ષ સીધું સાદુંલોકપ્રિય.
  • વિમૂર્ત – અસાધારણ બાંધોવિકૃત અંગ.

 

વિચારના આધારે વ્યક્તિત્વના પ્રકાર – થોર્નડાઈક

(૧) સ્થૂળ વિચારવાળા

(૨) સૂક્ષ્મ વિચારવાળા

(૩) પ્રત્યય વિચારવાળા


  • સ્થૂળ વિચારવાળા : જે વસ્તુઓના માધ્યમથી વિચાર કરે.જેમ કે ભૂગોળમાં ચિત્રનામાધ્યમથી...
  • સૂક્ષ્મ વિચારવાળા : ગણિતશાસ્ત્રીવૈજ્ઞાનિક,તર્કશાસ્ત્રી વગેરે...
  • પ્રત્યય વિચારવાળા : સંકેતો કે ચિહ્નોના માધ્યમથી વિચાર કરનાર.જેમ કે ગણિતશાસ્ત્રી...

 

શરીરની વિશેષતાઓને આધારે વ્યત્વિત્વના ત્રણ પ્રકાર – ડબલ્યુ.એચ.શેલ્ડન

(૧) ગોળાકૃતિ : કોમલ અને ગોળ શરીરપાચક અંગ અધિક વિકસિત, પેટ અને નિતંબ વધુ.

(૨) આયતાકૃતિ : હષ્ટપુષ્ટજોશીલાક્રોધીભારે શરીર,પાતળી ચામડીલાંબા.

(૩) લંબાકૃતિ : લાંબાનાજુકઅવિકસિતમાંસહિનહાડકાં બતાતા હોય.

 

ભારતીય દ્રષ્ટિકોણ પ્રમાણે પ્રકાર :

(૧) સતગુણી

(૨) રજોગુણી

(૩) તમોગુણી

 

  • સતગુણી : દરેક ગુણોથી સંપન્ન,ભગવાનમાં આસ્થા રાખનારા.
  • રજોગુણી : ગુણ અને અવગુણવાળા,કર્મમાં આસ્થા રાખનારા.
  • તમોગુણી : ઝગડો કરવાવાળા અને યુદ્ધ ઇચ્છનારા.