બે કે વધુ શબ્દો જોડાઈને નવા જ અર્થવાળો એક શબ્દ બને તેને સમાસ કહે છે.
- પૂર્વ પદ : સમાસના શબ્દોમાં જે પ્રથમ પદ હોય તેને પૂર્વ પદ કહે છે.
- ઉત્તર પદ : સમાસના શબ્દોમાં જે અંતિમ પદ હોય તેને ઉત્તર પદ કહે છે.
- મધ્યમ પદ : પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચેના પદને મધ્યમ પદ કહે છે.(જો ત્રણ પદનું સામાસિક પદ બનેલું હોય તો)
સમાસના પ્રકાર :
- દ્વંદ સમાસ : પૂર્વપદ અને ઉત્તરપદ જોડકા રૂપ્ત હોય.
- દ્વિગુ સમાસ : પૂર્વપદ ઉત્તરપદની સંખ્યાત્મક માહિતી બતાવતી હોય.
- કર્મધારય સમાસ : પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય.
- ઉપપદ સમાસ : પૂર્વપદ તરીકે નામ ઉત્તર પદ તરીકે ક્રિયાના અર્થને દર્શાવતુ હોય.
- તત્પુરુષ સમાસ : પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય.
- મધ્યમપદલોપી સમાસ : મધ્યમપદનો લોપ થયેલો હોય.
- અવ્યવિભાવ સમાસ : પૂર્વપદ તરીકે અવ્યયવ ઉત્તરપદ તરીકે નામ હોય.
- બહુર્વીહિ સમાસ : પૂર્વપદ અને ઉત્તરપદનું મહત્વ નથી કોઈ ત્રીજી જ બાબતની વાત હોય.