મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા કથનો,મંતવ્યો અને વિચારો

“માનવ વ્યવહાર અને અનુભવ સબંધિત નિષ્કર્ષોનું શિક્ષણના ક્ષેત્રમાં પ્રયોગ શૈક્ષણિક મનોવિજ્ઞાન કહેવામા આવે છે.” – સ્કીનર

“શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક વિકાસોનું ક્રમિક અધ્યયન છે.” - જે.એમ.સ્ટીફન

“શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિઓના મનોવિજ્ઞાન પક્ષોનું અધ્યયન છે.” – ટ્રો

“વ્યવહાર દ્વારા વ્યવહારમાં અધ્યયન જ અધિગમ છે.” – ગિલફોર્ડ

“મનોવિજ્ઞાનએ મનનું વિજ્ઞાન છે.” – અરસ્તુ

“શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી લઈ વૃધ્ધવસ્થા સુધી શીખવાના અનુભવોનું વર્ણન અને વ્યાખ્યા છે.” – ક્રો એન્ડ ક્રો

“શિક્ષણની પ્રક્રિયા પૂર્ણ રૂપે મનોવિજ્ઞાનની કૃપા ઉપર નિર્ભર છે.” - બી.એન.ઝા

“અધિગમ આદતો,જ્ઞાન અને અભિવૃતિઓનું પરિણામ છે.” – ક્રો એન્ડ ક્રો

“મનોવિજ્ઞાન શિક્ષણનું આધારભૂત વિજ્ઞાન છે.” – સ્કીનર

“કિશોરાવસ્થા સંઘર્ષ,તણાવ અને તોફાનની અવસ્થા છે.” – સ્ટેનલે હૉલ

“તમે મને બાળક આપો અને તેમણે હું એવું બનાવી શકું છું કે જે હું બનાવવા માંગુ.” – વોટસન

“મનોવિજ્ઞાન વ્યવહાર અને આચરણનું વિજ્ઞાન છે.” – મેકડુગલ

“મનોવિજ્ઞાન માનવ વ્યવહાર અને માનવ સબંધોનું અધ્યયન છે.” – ક્રો એન્ડ ક્રો

“મનોવિજ્ઞાન વ્યવહાર અને અનુભવોનું વિજ્ઞાન છે.” – સ્કીનર

“મનોવિજ્ઞાન વ્યવહારનું શુધ્ધ વિજ્ઞાન છે.” – પિયાજે

“મનોવિજ્ઞાન એક શુધ્ધ વિજ્ઞાન છે,જે મનુષ્યો અને પશુઓના વ્યવહારનું અધ્યયન કરે છે.” – જેમ્સ ડ્રેવર

“અનુભવ દ્વારા વ્યવહારમાં રૂપાંતર લાવવું એ જ અધિગમ છે.” – ગિલફર્ડ

“અધિગમ ઉન્નતશીલ વ્યવહાર પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.” – સ્કીનર