શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના પત્રકો

પત્રક – A (રચનાત્મક મૂલ્યાંકન)

ધોરણ 3 થી 8 માં આ પત્રક ભરવાનું હોય છે.

જે તે વિષયના પ્રતિનિધિરૂપે 20 વિધાનોને પસંદ કરવામાં આવે છે.

જે હેતુની ક્ષમતા સિધ્ધ થાય તેમની સામે ખરાની નિશાની “√” તેમજ જે હેતુની ક્ષમતા સિધ્ધના થાય તેમની સામે ખોટાની નિશાની “X” કરવી.જો હેતુની ક્ષમતા આંશિક રીતે સિદ્ધ ન થઈ હોય તો ? ની નિશાની કરવી.

આ પત્રકમાં 40 ગુણમાંથી સિદ્ધ કરેલી ક્ષમતાને આધારે ગુણ આપવામાં આવે છે.

પત્રક – B (વ્યક્તિત્વ વિકાસ પત્રક)

આ પત્રક દ્વારા વિધાર્થીનું સર્વાંગી વિકાસનું માપન થાય છે.

આ પત્રકમાં કુલ 4 ક્ષેત્રોને અનુલક્ષીને 40 વિધાનો હોય છે.

40 વિધાનમાંથી 9 વિધાનો શિક્ષક જાતે નક્કી કરે છે.

પત્રક – C (પરિણામ પત્રક)

સત્રના અંતે આ પત્રક ભરવાનું હોય છે.

ધોરણ 3 થી 8 માં જુદા જુદા વિષયોમાં તેમજ વિધાર્થીના વ્યક્તિત્વ વિકાસના મૂલ્યાંકન દ્વારા મેળવેલા ગુણને આધારે તેને ગ્રેડ આપવામાં આવે છે.

ધો.8 ના પરિણામમાં ગ્રેડ અને ગુણ બંને દર્શાવવામાં આવે છે.

પત્રક – D

આ પત્રક ધો.1 અને 2 ના વિધાર્થીઓના મૂલ્યાંકન માટેનું છે.

પત્રક – E (સર્વગ્રાહી વિકસાત્મક સંગ્રહિત પ્રગતિ પત્રક)

ધો.1 થી 8 સુધી જુદા જુદા વિધાર્થીઓએ જુદા જુદા ક્ષેત્રોમાં કરેલા વિકાસને ધ્યાને લઈ તેનું મૂલ્યાંકન કરી તેની વિગત આ પત્રકમાં ભરવાની હોય છે.

પત્રક – G(શાળા અંતે પ્રમાણપત્ર)

ધો.8 સુધીનો અભ્યાસ વિધાર્થીએ પૂર્ણ કર્યા બાદ આ પત્રક તેમણે આપવામાં આવે છે.

આ પત્રકમાં વિધાર્થીએ અભ્યાસ દરમિયાન હાંસલ કરેલી સિદ્ધિઓ પણ દર્શાવવામાં આવે છે.