Constitutional update india (Loksabha)

લોકસભામાં હવે કાશ્મીરી, કોંકણી, સંથાલી સહિત 22 ભાષાઓ સામેલ...


સંસદને સર્વ સમાવેશી બનાવવા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા ગૃહની કાર્યવાહીમાં ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ બધી જ 22 રાજભાષાઓને સામેલ કરવાની ઘોષણા કરવામાં આવી છે. તેમણે 19 ઑગસ્ટ, 2025ના રોજ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઘોષણા કરી હતી કે બંધારણની 8મી અનુસૂચિમાં સૂચિબદ્ધ તમામ 22 ભાષાઓમાં સંસદીય કાર્યવાહીનો એકસાથે અનુવાદ હવે ઉપલબ્ધ છે.


કાશ્મીરી, કોંકણી અને સંથાલીને સામેલ કરવાથી આ સૂચિ પૂર્ણ થઈ ગઈ છે. અત્યારસુધી આ સેવામાં 18 ભાષાઓ - અસમિયા, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, કન્નડ, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દૂને આવરી લેવામાં આવી હતી. કેટલાય સાંસદો ચર્ચા દરમિયાન પોતાની ક્ષેત્રીય ભાષાઓનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, જેથી સંસદમાં સુચારુ સંસદ માટે અનુવાદ સેવાઓ જરૂરી થઈ પડે છે.