નમૂના પસંદગીના પ્રયુક્તિઓ/પદ્ધતિઓ :
વ્યાપવિશ્વમાંથી નમૂના પસંદગી કરવા માટે વિવિધ પદ્ધતિઓ/પ્રયુક્તિઓ જોવા મળે છે. આ પ્રયુક્તિઓને આધારે નમૂના પસંદગીના પ્રકારો ઓળખાય છે. આ પ્રકારો નીચે મુજબ છે.
સંભાવ્ય નમૂના પસંદગીમાં વ્યાપવિશ્વનો દરેક પાત્રને નમૂના તરીકે પસંદ થવાની સમાન તક રહે છે. બિનસંભાવ્ય નમુના પસંદગીમાં નમૂના તરીકે પસંદગીનો આધાર સંશોધક પરરહે છે એટલે કે સંશોધકની ઈચ્છાનુસાર નમૂનાની પસંદગી થાય છે. જ્યારે વિશિષ્ટ પ્રકારના નમૂનાની પસંદગીમાં ખાસ પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખી નમૂના પસંદગી થાય છે. નમૂના પસંદગીની પ્રત્યેક પ્રયુક્તિ /પ્રકાર/પદ્ધતિઓની પોતાની આગવી વિશિષ્ટતાઓ, લાભો અને મર્યાદાઓ હોય છે. તેને અહીં આપણે ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીશું
સંભાવ્ય નમૂના પસંદગી (Probability Sampling) :
સંભાવ્ય નમૂના પસંદગીની પ્રયુક્તિઓમાં વ્યાપ વિશ્વનાં દરેક પાત્રને નમનાના રૂપમાં પસંદ થવાની સમાન તક મળે છે. આપરાંત આંકડાશાસ્ત્રીય પૃથક્કરણો અને અર્થઘટનો કરવામાં પણ આ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. નમૂનો પસંદગી માટેનાં આ પ્રકારમાં મુખ્યત્વે ચાર પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
1) આકસ્મિક (Random) નમૂના પસંદગી :
નમૂના પસંદગીની આ પ્રયુક્તિને યદચ્છ નમૂના પસંદગી તરીકે પણ ઓળખવામાં આવે છે. નમૂના પસંદગી માટેની આ પ્રયુક્તિ ખૂબ જ સાદી, સરળ અને જાણીતી પ્રયુક્તિ છે, જેમાં વ્યાપવિશ્વનાં બધા પાત્રોને નમૂના પસંદગી તરીકે પસંદ થવાની સમાન તક મળે જે પાત્રોની નમૂના પસંદગી કરવામાં આવે તેની એકબીજા પર અસર પડતી નથી. આ પ્રયુક્તિમાં નમૂનાની પસંદગીમાં કોઈપણ પૂર્વગ્રહ થવાનો સંભવ રહેતો નથી. આકસ્મિક નમૂના પસંદગીમાં સંશોધખ પોતાના વિષયનાં સંદર્ભમાં જે માહિતી એકત્રિત કરવાની હોય તેમાં જેનો નમૂના તરીકે પસંદગી કરવાની હોય તે પાત્રોને સંશોધક આકસ્મિક રીતે જ પસંદ કરે છે અને તેની પાસેથી માહિતી મેળવે છે. દા.ત. લોટરીનાં નંબર ખેંચવા, જુદીજુદી ચિઠ્ઠીઓ બનાવી તે ઉછાળી જે ચિઠ્ઠી હાથ આવે તેની નમૂના તરીકે પસંદગી, જુદા જુદા પાત્રોમાં નાનો કાર્ડ પર ચોંટાડી કાર્ડ ખેંચવા વગેરે જેવી પ્રયુક્તિનો સમાવેશ આકસ્મિક નમૂના પસંદગીમાં થાય છે
2) સ્તરીકૃત (Stratified) આકસ્મિક નમૂના પસંદગી :
સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગીમાં અભ્યાસના હેતુઓને ધ્યાનમાં રાખીને વ્યાપવિશ્વનું સ્તરીકરણ કરવા માટેનાં ચલોને નક્કી કરી વ્યાપવિશ્વને સ્તરોમાં ભાગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રત્યેક સ્તરમાંથી આકસ્મિક રીતે નમૂનો પસંદ કરવામાં આવે છે. આ બધા પેટા નમૂનાઓ મળીને મુખ્ય નમૂનો બને છે. સ્તરીકરણ માટે મુખ્યત્વે જાતીયતા. ઉંમર, સામાજીક-આર્થિક કક્ષા, શૈક્ષણિક લાયકાત, રહેઠાણ વિસ્તાર, વ્યવસાય, ધર્મો,જ્ઞાતિ, બુધ્ધિકક્ષા વગેરે જેવા ચલોને ધ્યાનમાં રાખાવમાં આવે છે. દા.ત. પેયજળ અને સ્વચ્છતા અંગેના અભ્યાસમાં સ્તરકૃત નમૂના પસંદગીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં જોઈએ તો .......
3) યોજનાબદ્ધ (Systematic) નમૂના પસંદગી :
જયારે વ્યાપવિશ્વની યાદી સંશોધક પાસે તૈયાર હોય ત્યારે યોજનાબદ્ધ રીતે નમૂનો પસંદગી કરી શકાય છે. આ પ્રયુક્તિમાં ખાસ કરીને વ્યાપવિશ્વમાં બધા પાત્રોની કક્કાવારી પ્રમાણે યાદી કરવામાં આવે છે, ત્યારબાદ વ્યાપવિશ્વમાંથી કુલ કેટલાં પાત્રોની નમૂના તરીકે પસંદગી કરવાની તે નક્કી કરવામાં આવે છે. દા.ત. કુલ 100 પાત્રો પૈકી 10 પાત્રોની નમૂના તરીકે પસંદગી કરવી ત્યારબાદ કુલ પાત્રોમાંથી કોઈ એક પાત્રની આકસ્મિક રીતે પસંદગી કરવામાં આવે છે.
કુલ પાત્રો પૈકી 10 ટકા પાત્રોની પસંદગી કરવાની હોય તો પાત્રોની એકથી સો સુધીની યાદી પૈકી કોઈ એક પાત્ર એટલે કે, પાંસમાં ક્રમાંકની પસંદગી કરવામાં આવે તો તે પછીનાં ક્રમની પસંદગી માટે સરખું અંતર રાખી પાંચમાં ક્રમાંક પછી દસનું અંતર છોડી નમૂનાનાં બીજા પાત્રની પસંદગી તરીકે 15મો ક્રમાંક પસંદગી પામે. એ જ રીતે ત્રીજો ક્રમાંક પચ્ચીસ પસંદગી પામે. અહીં પાત્રોની નિશ્ચિત અંતરાલથી પસંદગી થતી હોવાથી આ પદ્ધતિને નિશ્ચિત / નિયમિત અંતરાલોવાળી નમૂના પસંદગી પણ કહેવામાં આવે છે.
4) ઝૂમખાં (Cluster) નમૂના પસંદગી :
અભ્યાસનાં હેતુઓનાં સંદર્ભમાં વ્યાપવિશ્વ વિશાળ હોય ત્યારે આ ઝૂમખા નમૂના પસંદગીથી નમૂના પસંદગી કરવામાં આવે છે. આ પ્રયુક્તિમાં વ્યાપવિશ્વનાં પાાત્રોને સમૂહોમાં પહોંચવામાં આવે છે. આ સમૂહને ઝૂમખા કહે છે જે નમૂના તરીકે પસંદગી કરવામાં આવે છે. દા.ત. શહેરની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓમાંથી દસ ટકા વિદ્યાથીઓનો નમૂનો પસંદ કરવા માટે બધા જ વિદ્યાર્થીઓની યાદી કરવાના બદલે બધી જ પ્રાથમિક શાળાઓની યાદી બનાવીને તેમાંથી દસ ટકા શાળાઓ આકસ્મિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદગી કરેલ શાળાઓના બધા જ વિદ્યાર્થીઓ નમૂનામાં સમાવિષ્ટ થાય છે. સંશોધન માટે જરૂરી માહિતી વ્યક્તિગત વિદ્યાથી પાસેથી એકત્રિત કરવામાં આવે છે. પરંતુ, નમૂના પસંદગીનો એમ તો શાળા એટલે કે વિદ્યાર્થીઓનો સમૂહ (ઝૂમખૂ) છે.
બિનસંભાવ્ય નમૂના પસંદગી (Non Probability Sampling) :
બિનસંભાવ્ય નમૂના પસંદગી પ્રયુક્તિમાં વ્યાપવિશ્વના બધા પાત્રો નમૂના તરીકે પસંદગી થવાની સમાન તક હોતી નથી. કેટલાંક પાત્રોને નમૂના પસંદગી તરીકે ખાતરી મળે છે. આ પ્રકારની નમૂના પસંદગીમાં નમૂના પસંદગીનો આધાર સંશોધક પર રહેલો છે. આ પ્રકાની નમૂ
ના પસંદગીની પ્રયુક્તિને બિનઆકસ્મિક નમૂના પસંદગી /સંશોધક સંપાદિત નમૂના પસંદગી કે બિનઅંકુશિત નમૂના પસંદગી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકાની નમૂના પસંદગીમાં નીચે મુજબની પ્રયુક્તિનો સમાવેશ થાય છે :1) અનુકૂળ કે સહજ (Convenient or Incidental) નમૂના પસંદગી
2) સહેતુક (Purpasive) નમૂના પસંદગી
3) નિયત હિસ્સા (Quata) નમૂના પસંદગી
1) અનુકૂળ કે સહજ (Convenient or Incidental) નમૂના પસંદગી
નમૂના પસંદગીની આ પ્રયુક્તમાં અનુકૂળ કે સહજ નમૂના પસંદગીમાં સંશોધકને સહેલાઈથી તેમજ ઝડપથી પ્રાપ્ત થઈ શકે તેવો નમૂનો પસંદ કરવામાં આવે છે. એટલે આ પ્રયુક્તિમાં નમૂના પસંદગીનો આધાર સંશોધક પર રહેલો છે. સંશોધકને યોગ્ય લાગે કે અનુકૂળતા પ્રમામે, નમૂનાના પાત્રની પસંદગી કરે છે. દા.ત. પોતાની શાળાનાં બાળકોની નમૂના માટે પસંદ કરવા અથવા પોતાની આસપાસ નિવાસ કરતા પાત્રોની નમૂના માટે પસંદગી કરવી વગેરે આ પ્રયુક્તિના ઉદાહરણ છે.
2) સહેતુક (purposive) નમૂના પસંદગી:
નમૂના પસંદગીની આ પ્રયુક્તિમાં મોટ વ્યાપવિશ્વનાં લણક્ષોનું પ્રતિનિધિત્વ કોણ ધરાવી શકે, જરૂરી માહિતી કોણ આપી શકશે તે અંગે સંશોધકની નિર્ણય ક્ષમતાનો ઉપયોગ કરીને નમૂનો પસંદ કરવમાં આવે છે. દા.ત. ચૂંટણીના સમેય લોકોનો જનમત જાણવા સંબંધિત તંત્રો અભિપ્રાયો મેળવવા તેમજ જેલના કેદીઓ વિશે અભ્યાસ કરવાનો હોય તો તેવા સમયે નમૂનાનાં રૂપમાં જેલનાં કેદીની જ નમૂનાના રૂપમાં પસંદગી કરવામાં આવે છે તેને સહેતુક નમૂના પસંદગી તરીકે ઓળખવામાં આવે છે. નમૂનામાં ઘણા ઓછા પાત્રો પંસદ કરવાના હોય છે. તેમજ વિશાળ વ્યાપવિશ્વમાંથી નમૂનો પસંદ કરવો હોય ત્યારે વિશેષ રીતે આ પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે.
3) નિયત હિસ્સા (Quota) નમૂના પસંદગી:
બિનસંભાવ્ય નમૂના પસંદગીમાં નિયત હિસ્સા નમૂના પસંદગીની પદ્ધતિનો ઉપયોગ મોટાભાગે વ્યાપારિક સંગઠનો દ્વારા કરવામાં આવે છે. નમૂના પસંદગી માટેની આ પ્રયુક્તિ માર્કેટ મિલાકાત સર્વેક્ષણોમાં ઉપયોગી છે. આ પ્રયુક્તિમાં વ્યાપ વિશ્વનાં પેટા વિભાગોનાં કદનું અનુમાન કરવામાં આવે છે. ત્યારે પેટા વિભાગોમાંથી નમૂનાની કુલ સંખ્યામાંથી નિયત હિસ્સાના પાત્રોની ફાળવણી કરવામાં આવે છે.
કોઈ ઘટના કે બનાવનાં સંદર્ભમાં લોકોની પ્રતિક્રિયાનું તાત્કાલિક સર્વેક્ષણ કરવાનું હોય કે તે અંગે પ્રતિભાવો જાળવવાના હોય ત્યારે આ પ્રયુક્તિ એક માત્ર વિકલ્પન છે. દા.ત. ભારત સરકા દ્વારા 8મી નવેમ્બરે રૂા. 500 અને રૂા. 1000ની નોટ ચલણમાંથી રદ કરી. આ અંગે લોકોનાં તાત્કાલિક અભિપ્રાયો જાણવા માટે સમાચાર માધ્યમો દ્વારા નમૂના પસંદગીની આ પ્રયુક્તિનો ઉપયોગ કરી નોટબંધીની હકારાત્મક અને નકારાત્મક બાબતો લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ટૂંકમાં, ઓછા સમયમાં ઘટના કે બનાવના સંદર્ભે પ્રતિક્રિયા જાણવા માટે નિયત હિસ્સા નમૂના પસંદગીનો ઉપયોગ કરવામાં આવે છે.
3) વિશિષ્ટ નમૂના પસંદગી (Special Sampling):
સંશોધનમાં માહિતી એકત્રિકરણ વખતે કેટલીક વખત ખાસ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ઘણી વખત માહિતી મેળવવા માટે સંશોધકે નિયત કરેલ પ્રયુક્તિથી માહિતી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી જણાતી હોય ત્યારે સંશોધક આ પ્રકારથી નમૂના પસંદગી કરી માહિતી એકત્રિત કરે છે. આ પધ્ધતિને બિનસંભાવ્ય નમૂના પસંદગી સાથે પણ સરખાવવામાં આવે છે. નમૂના પસંદગીમાં મુખ્યત્વે ક્રમમાં
1) નમૂના પસંદગી
2) જોડકાં નમૂના પસંદગી
3) ક્રમઃ નમૂના પસંદી
4) સ્નો-બોલ નમૂના પસંદગીની પ્રયુક્તિઓ જોવા મળે છે.
1) બેવડાં (Double) નમૂના પસંદગીઃ
નમૂના પસંદગીની આ પ્રયુક્તિમાં સૌ પ્રથમ મોટો નમૂનો પસંદ કરવામાં આવે છે. તેની પાસેથી માહિતી એક્તરિકરણ કર્યા બાદ નાનો નમૂનો પસંદ કરી ઊંડાણ પૂર્વકની માહિતી એક્તરિત કરવામાં આવે છે. દા.ત. કોઈ શાળામાં એક ધોરણનાં વિદ્યાર્થીઓની નમૂનાના રૂપમાં પસંદગી કર્યા પછી તેમની પાસે પોતાના અભ્યાસમાં કયા વિષયો અઘરા લાગે છે તે વિશેની સામાન્ય માહિતી એકત્રિત કરવામાં આવે છે ત્યારબાદ શાળાનાં બાળકોને ખાસ એક વિષયનાં સંદર્ભમાં ઊંડાણપૂર્વક માહિતી મેળવવામાં આવે છે.
2) જોડકાં (Matched Pairs) નમૂના પસંદગી:
જોડકાં નમૂના પસંદગીની પ્રયુક્તિમાં બે કે તેથી વધુ સરખાં પાત્રોને અલગ તારવે છે અને તેમને આકસ્મિક જૂથોમાં ફાળવે છે અને માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ પ્રયુક્તિનો ઉપયોગ મોટાભાગે પ્રાયોગિક સંશોધન પદ્ધતિમાં કરવામાં આવે છે.
3) ક્રમશઃ (Sequential) નમૂના પસંદગી :
ક્રમશઃ નમૂના પસંદગીની પ્રયુક્તિનો ઉપયોગ નિર્ણયો લેવા માટે જરૂરી સાર્થક પરિણામ ન આવે ત્યાં સુધી ક્રમશઃ નમૂનો પસંદ કરતા જવાય છે. આ પ્રયુક્તિમાં નમૂનાનું કદ નિશ્ચિત હોતું નથી; પરંતુ, જરૂરી માહિતીને ધ્યાનમાં રાખીને ગણતરી કરીને પ્રથમ નમૂનાનું શક્ય કદ વિચારવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી થોડો ભાગ પંસદ કરવામાં આવે છે. અને તેની પાસેથી માહિતી મેળવી પરિણામ મેળવામાં આવે છે. જો પરિણામ પ્રાપ્ત ન થાય તો ફરીથી બીજો તેટલો જ થોડો ભાગ કરી તેની પાસેથી માહિતી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા કર્યા પછી પણ પરિણામ પ્રાપ્ત ન થાય તો નમૂના પસંદગી કરવામાં આવતી નથી.
4) સ્નોબોલ (Snow-ball) નમૂના પસંદગી:
નમૂના પસંદગીની આ પ્રયુક્તિમાં બટકુના ભુક્કામાંથી બટકુનો ગોળો રચવાની બાબતના તર્કને ઉપયોગ કરવામાં આવે છે. દા.ત. શરૂઆતમાં બરફનો થોડો ભૂક્કો લઈ નાનો ગોળો કરવામાં આવે છે. ત્યાર બાદ આ બરફના ગોળાને બરફમાં જ ગબડાવવામાં આવે તો બીજો બરફ તેમાં ચોંટતો જાય છે અને તેનું કદ વધતું જાય છે. એ રીતે ગોળો મોટો બનતો જાય છે. નમૂના પસંદગીમાં આવી પ્રયુક્તિ વપરાય ત્યારે તેને સ્નોબોલ નમૂના પસંદગી તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. છુટાછેડા લી બીજી વાર લગ્ન કર્યા હોય તેવો લોકોનો અભ્યાસ હાથ ધરવો હોય તો સૌ પ્રથમ એવા પાત્રો શોધી કાઢી તેમની પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ તેમની પાસેથી જ બીજા આ પાત્રોની શોધી કાઢવામાં આવે છે અને તેમની પાસેથી જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે છે. થેલેસિમિયા કે સિકલસેલ રોગનો ભોગ બનેલા લોકોનો અભ્યાસ કરવો હોય ત્યારે નમૂના પસંદગી માટે આ પ્રયુક્તિ ઉપયોગી નીવડે છે.