પર્યાવરણ સબંધિત સમ્મેલન
- સ્ટોકહોમ સમ્મેલન (1972)
- CITES (1973)
- વિયના સભા (1985)
- મોન્ટ્રીયલ પ્રોટોકોલ (1987)
- પૃથ્વી શિખર સમ્મેલન (1992)
- ક્યોટો પ્રોટોકોલ (1997)
સ્ટોકહોમ સમ્મેલન (1972)
આ સમ્મેલનનું આયોજન 5 જૂન 1972માં સ્વીડન ખાતે આવેલ સ્ટોકહોમ શહેરમાં કરવામાં આવ્યું હતું.
આહિ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ(UNEP)ની પણ શરૂઆત થઈ હતી.
સ્ટોકહોમ સમ્મેલનની વર્ષગાંઠના રૂપમાં દરેક વર્ષે 5 જૂનને
વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે.
આ સમ્મેલનને પહેલા માનવ પર્યાવરણ સમ્મેલનના નામે પણ ઓળખવામાં
આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)
તેનું સંચાલન કેન્યાની રાજધાની નૈરોબીમાંથી થાય છે અને
ત્યાં તેનું મુખ્ય મથક આવેલું છે.
UNEP એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહત્વની એજન્સી છે અને વિશ્વમાં પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ઉપાયો માટે તે જવાબદાર હોય છે અને આ સમ્મેલનમાં 119 દેશોએ ભાગ લીધેલો હતો.
ભારતમાં પ્રોજેકટ ટાઈગરની શરૂઆત 1973માં થઈ.
ચીપકો આંદોલનની શરૂઆત સુંદરલાલ બહુગુણા અને શ્રી ચાંડી
પ્રસાદ ભટ્ટ દ્વારા 1973માં ઉત્તરાખંડના ચમૌલિ જિલ્લામાં શરૂ થયું હતું.
ભારતમાં જળ પ્રદૂષણ નિવારણ અધિનિયમ 1974માં લાગુ થયો.
CITES (સાઇટ્સ) (Convention on International Trade in Endangered Species)
આ સમજૂતીને વિશ્વની સૌથી મોટી વન્ય જીવ સંરક્ષણ માટેની
સમજૂતી છે અને તે 1973ના વોશિંગટન સમ્મેલન વખતે જ બની ગઈ હતી,પણ તેને 1976 માં લાગુ કરવામાં આવી હતી.
તેમાં જીવ અને તેના અંગો વગેરેને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ
પર પ્રતિબંધ મૂકવામાં આવેલો.
વિયના સભા (1985)
ઓઝોન પડના સંરક્ષણ માટે 1985માં ઓસ્ટ્રિયાના વિયના ખાતે એક સ્તરનું આયોજન કરવામાં આવેલું અને ઓઝોનના પડને નુકશાન કરતાં પદાર્થો ઉપર વિચાર વિમર્શ કરવામાં આવેલું અને તે ઓઝોન પડના સંરક્ષણ માટેનો પહેલો પ્રયત્ન હતો.
ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986માં લાગુ થયો.
મોન્ટ્રીયલ પ્રોટોકોલ (1987)
ઓઝોનના પડના ક્ષયન માટે જવાબદાર પદાર્થો માટે આંતરરાષ્ટ્રીય
સંધિ છે,જે વિયના સમ્મેલનમાં થયેલ સંધિ અનુરૂપ હતો.
ઓઝોનના પડને સંરક્ષિત કરવા માટે ક્રમબદ્ધ રીતે તેને નુકસાન
કરતાં પદાર્થોના ઉત્સર્જનને અટકાવવાની યોજના બનાવવામાં આવી છે.
આ સંધિ ઉપર 16 સપ્ટેમ્બર 1987માં હસ્તાક્ષર થયા અને 12
જાન્યુઆરી 1989માં લાગુ કરવામાં આવેલી.
ઓઝોન પડના સંરક્ષણ માટે 16 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ઓઝોન
દિવસના રૂપમાં મનાવવાનું જાહેર કરવામાં આવેલું.
ઓઝોન સ્તરને સૌથી વધુ નુકશાન કરનાર પદાર્થ CFC છે.
પૃથ્વી શિખર સમ્મેલન (1992)
સ્ટોકહોમ સમ્મેલનના 20માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર
સંઘે રિયો-ડી-જેનેરો શહેરમાં 1992માં પર્યાવરણ અને વિકાસ સમ્મેલન આયોજિત કરેલું
અને તેને પ્રથમ પૃથ્વી શિખર સમ્મેલન પણ કહેવામાં આવે છે.
આ સમ્મેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વીના વાયુમંડળને સ્વચ્છ અને
સુરક્ષિત રાખવાની ભાવનામાં ભાગીદારી નોંધવાની અને ગ્લોબલ વોર્મિંગને રોકવાની,જૈવ વિવિધતાને લગતા પ્રદૂષણ,જળ પ્રદૂષણ
રોકવામાં તેમજ આંતરરાષ્ટ્રીય નિયંત્રણોમાં ભાગીદારી નોંધાવવી.
ક્યોટો પ્રોટોકોલ (1997)
આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે,જેમાં ગ્લોબલ વોર્મિંગ દ્વારા થઈ રહેલા જળવાયુ પરીવર્તનને
રોકવા માટે 11 ડિસેમ્બર,1997માં આ સંધિ થયેલી અને તેને 16
ફેબ્રુઆરી,2005માં લાગુ કરવામાં આવેલ.ભારતે આ સંધિ પર ઓગષ્ટ
2002માં હસ્તાક્ષર કર્યા હતા.
તે ગ્રીન હાઉસ વાયુના ઉત્સર્જનના નિયંત્રણ માટે લાગુ કરવામાં આવેલી સંધિ છે.