ગુણાત્મક સંશોધન (Qualitative Research) & સંખ્યાત્મક/માત્રાત્મક સંશોધન (Quantitative Research)

ગુણાત્મક સંશોધન

(Qualitative Research)

Ø  ગુણ પર આધારિત સંશોધન છે - શબ્દ કેન્દ્રમાં છે.

Ø  બહુપધ્ધતિય રીતે વિસ્તૃત અને શાબ્દિક માહિતી એકત્ર કરી તેનું અર્થઘટન કરવામાં આવે છે.

Ø  વ્યક્તિ વ્યક્તિએ બદલાય છે. (Case Study – વ્યક્તિ અભ્યાસ)

Ø  સમય વધુ લાગે છે.

Ø  મળતા પરિણામોની સામાન્યિકૃતતા ઓછી હોય છે.

Ø  આગમનાત્મક, આત્મલક્ષી, સમગ્રલક્ષી અને પ્રક્રિયાલક્ષી છે.

Ø  વ્યક્તિ અભ્યાસ, ઐતિહાસિક, તાત્વિક ઘટનાકીય, નૃવંશશાસ્ત્રીય વગેરે ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.

Ø  ઇન્ટરવ્યુ મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ, ફોકસગૃપ મેથડ પણ ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.

 

 

સંખ્યાત્મક/માત્રાત્મક સંશોધન

(Quantitative Research)

Ø  સંખ્યાત્મક માપન પર આધારિત – સંખ્યા કેન્દ્રમાં

Ø  મોટા નમૂના પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે છે.

Ø  પરિણામોની સામાન્યિકૃતતા વધુ હોય છે.

Ø  ઝડપથી લાગુ પાડી શકાય છે.

Ø  નિગમનાત્મક, અનાત્મલક્ષી, કેન્દ્રિત અને

પરિણામલક્ષી સંશોધન છે.

Ø  સર્વેક્ષણ, કારણ-તુલનાત્મક, સહસબંધાત્મક, પ્રાયોગિક વગેરે પધ્ધતિઓ સંખ્યાત્મક સંશોધન પધ્ધતિઓ છે.

Ø  Experimental Research – નિયંત્રિત

Quasi-Experimental – અનિયંત્રિત (Ex-Post facto Research)