ગુણાત્મક અને માત્રાત્મક સંશોધન(Qualitative & Quantitative Research)
ગુણ જેવા કે વલણ (Attitude), વર્તન (Behaviour), માન્યતા (Belief), રંગ (Color) વગેરે....
માત્રા એટલે સંખ્યા
કોઈ કંપની બિસ્કિટનું ઉત્પાદન કરી રહી છે.આ કંપનીએ તમના બિસ્કિટ કેવા બને છે
અને તેનું વેચાણ કેટલું થાય છે તે જાણવું છે.
લોકો પાસેથી તે બિસ્કિટ વિશેના અભિપ્રાયો મેળવે છે.
જેમ કે,
A વ્યક્તિને બિસ્કીટનો ટેસ્ટ બહુ સારો લાગ્યો
B વ્યક્તિને બિસ્કીટમાં ગળ્યાપણુ બરાબર લાગ્યું
C વ્યક્તિને બિસ્કીટનો રંગ ગમ્યો
D વ્યક્તિને બિસ્કિટ પોષક વર્ધક લાગ્યું
E વ્યક્તિને બિસ્કીટની ડિઝાઇન ગમી
આ તમામ બાબતો ગુણ આધારિત હોવાથી અહી કંપની દ્વારા ગુણાત્મક સંશોધન હાથ ધરશે.
ક્યાં કેટલા બિસ્કીટના પેકેટનું વેચાણ થાય છે તે અંગેની માહિતી કંપની જાણવા
માગે છે.
જેમ કે માહિતીના અંતે
અન્ય ઉદાહરણ
સંખ્યાત્મક/માત્રાત્મક સંશોધન
ગુણાત્મક સંશોધન
ગુણ જેવા કે વલણ (Attitude), વર્તન (Behaviour), માન્યતા (Belief), રંગ (Color) વગેરે....
જેમ કે,
B વ્યક્તિને બિસ્કીટમાં ગળ્યાપણુ બરાબર લાગ્યું
C વ્યક્તિને બિસ્કીટનો રંગ ગમ્યો
D વ્યક્તિને બિસ્કિટ પોષક વર્ધક લાગ્યું
E વ્યક્તિને બિસ્કીટની ડિઝાઇન ગમી
આ તમામ બાબતો ગુણ આધારિત હોવાથી અહી કંપની દ્વારા ગુણાત્મક સંશોધન હાથ ધરશે.
જેમ કે માહિતીના અંતે
અન્ય ઉદાહરણ
- કંપનીને ક્યાં વિસ્તારમાં કેટલો નફો કે ખોટ જાય છે તે અંગેનું સંશોધન.
સંખ્યાત્મક/માત્રાત્મક સંશોધન
(Quantitative Research)
- સમસ્યાની તપાસ સંખ્યા અને સંખ્યાત્મક પ્રયુક્તિનો ઉપયોગ કરી વિશ્લેષણ કરવામાં આવે છે.
- સંખ્યાત્મક માપન પર આધારિત – ‘સંખ્યા’ કેન્દ્રમાં
- મોટા નમૂના પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવે છે.
- પ્રમાણિત સાધનો જેવા કે પ્રશ્નાવલીઓ, કસોટીઓ વગેરે વડે માહિતી મેળવવામાં આવે છે.
- એકત્રિત કરેલ મર્યાદિત અને સંખ્યાત્મક માહિતીનું અંકશાસ્ત્રીય પૃથક્કરણ કરી પરિણામ મેળવાય છે.
- પરિણામોની સમન્યિકૃતતા વધુ હોય છે.
- ઝડપથી લાગુ પડી શકાય છે.
- નિગમનાત્મક, અનાત્મલક્ષી, કેન્દ્રિત અને પરિણામલક્ષી સંશોધન છે.
- સર્વેક્ષણ,
કારણ-તુલનાત્મક, સહસબંધાત્મક,
પ્રાયોગિક વગેરે પધ્ધતિઓ સંખ્યાત્મક સંશોધન પધ્ધતિઓ છે.
- Experimental Research – નિયંત્રિત
- Quasi-Experimental – અનિયંત્રિત (Ex-Post
facto Research)
ગુણાત્મક સંશોધન
Qualitative Research
- ગુણ પર આધારિત સંશોધન છે.
- ‘શબ્દ’ કેન્દ્રમાં છે.
- બહુપધ્ધતિય રીતે વિસ્તૃત અને શાબ્દિક માહિતી એકત્ર કરી તેનું અર્થઘટન કરવામાં આવે છે.
- વ્યક્તિ વ્યક્તિએ બદલાય છે. (Case Study – વ્યક્તિ અભ્યાસ)
- સંસ્થા, સમાજ
વગેરેના અભ્યાસ માટે ઉપયોગી છે.
- સમય વધુ લાગે છે.
- મળતા પરિણામોની સમન્યિકૃતતા ઓછી હોય છે.
- આગમનાત્મક, આત્મલક્ષી,
સમગ્રલક્ષી અને પ્રક્રિયાલક્ષી છે.
- વ્યક્તિ અભ્યાસ, ઐતિહાસિક, તાત્વિક
ઘટનાકીય, નૃવંશશાસ્ત્રીય વગેરે ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.
- ઇન્ટરવ્યુ મેથડ, ઓબ્ઝર્વેશન મેથડ,
ફોકસગૃપ મેથડ પણ ગુણાત્મક સંશોધન પધ્ધતિઓ છે.