ભારતના ઈતિહાસના મુખ્ય સ્ત્રોત
મહાકાવ્યો અને
પુરાણોમાં ભારતનો ઉલ્લેખ ‘ભારતવર્ષ” અર્થાત્ ‘ભરતના દેશ’
તરીકે થયેલો છે. ભારતના નિવાસીઓને ‘ભારતી’
અર્થાત્ ‘ભરતની સંતાન’ કહેવામાં
આવ્યા છે.
યુનાની લેખકોએ ભારતને 'ઇન્ડિયા’ તથા મધ્યકાલીન મુસ્લિમ ઇતિહાસકારોએ તેને ‘હિન્દ’ અથવા તો ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાવ્યું છે.
હાથી ગુફા
‘ભારતવર્ષ”
શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ હાથી ગુફા અભિલેખમાંથી મળે છે.
ભારતનો ઈતિહાસ
ભારતના ઇતિહાસને
મુખ્ય ત્રણ ભાગોમાં વહેચવામાં આવે છે.
(૧) પ્રાચીન ભારત
(ર) મધ્યકાલીન
ભારત
(૩) આધુનિક ભારત
ઈતિહાસના મુખ્ય સ્ત્રોતો
પ્રાચીન ભારતીય
ઇતિહાસના મુખ્ય ચાર સ્ત્રોત છે
(૧) ધર્મગ્રંથ
(ર) ઐતિહાસિક
ગ્રંથ
(૩) વિદેશી
યાત્રીઓનું વર્ણન
(૪) પુરાતત્વ
સંબંધી પુરાવાઓ
ધર્મગ્રંથ અને ઐતિહાસિક ગ્રંથો
ભારતના ઈતિહાસ
વિશે ધર્મગ્રંથ અને ઐતિહાસિક ગ્રંથોમાંથી મળતી માહિતી આ પ્રમાણે છે.
ઋગ્વેદ :
ઋગ્વેદ એ
સૌથી પ્રાચીન વેદ છે. આ વેદમાંથી આર્યોની રાજકીય વ્યવસ્થા તથા તેમના ઈતિહાસ વિશે
માહિતી મળે છે.
સતપથ બ્રાહ્મણ :
પ્રાચીન
ભારતના ઇતિહાસની માહિતી માટેનો ઋગ્વેદ પછીનો સૌથી મહત્ત્વનો સ્ત્રોત શતપથ બ્રાહ્મણ
છે.
યજુર્વેદ :
યજુર્વેદ
એ એક માત્ર એવો વેદ છે કે જે ગદ્ય અને પદ્મ બંનેમાં લખાયેલો છે.
યજુર્વેદમાંથી બલિ
સમયે પાલન કરવાના નિયમોનું વર્ણન મળે છે.
સામવેદ :
સામવેદ એ
ગાઇ શકાય તેવા મંત્રોનો સંગ્રહ છે.
તેમાંથી સંગીત વિશે
માહિતી મળે છે.
સામવેદને ભારતીય
સંગીતના જનક તરીકે ઓળખવામાં આવે છે.
અથર્વવેદ :
અથર્વ
ઋષિ દ્વારા રચિત આ વેદમાં રોગ નિવારણ, મંત્ર-તંત્ર, જાદુટોણા, શાપ, વશીકરણ
આશીર્વાદ, સ્તુતિ, પ્રાયશ્ચિત, ઔષધિ, વિવાહ, પ્રેમ, રાજકર્મ, માતૃભૂમિનું મહત્વ, સામાન્ય
મનુષ્યોના વિચારો, શ્રદ્ધા, અંધશ્રદ્ધા
વગેરેનું વર્ણન છે.
અથર્વવેદ એ ચાર
વેદોમાં સૌથી છેલ્લે લખાયેલો વેદ છે.
વેદાંગ :
વેદાંગ
એ વેદોની સમજૂતી છે.
વેદોને સારી રીતે
સમજવા-સમજાવવા માટે વેદાંગની રચના કરવામાં આવી છે.
વેદાંગ છ છે -
શિક્ષણ, જ્યોતિષ, કલ્પ, વ્યાકરણ,
નિરુકત અને છંદ.
પુરાણો :
ભારતીય
ઐતિહાસિક કથાઓનું સૌથી શ્રેષ્ઠ ક્રમબદ્ધ વર્ણન પુરાણોમાંથી મળે છે.
લોમહર્ષ અથવા તેના
પુત્ર ઉગ્રશ્રવાને પુરાણોના રચયિતા માનવામાં આવે છ.
મોટા ભાગના પુરાણ
સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા જેને વેદ વાંચવાની પરવાનગી ન હતી, તેવા
શુદ્રો તથા સ્ત્રીઓ પણ પુરાણો સાંભળી શકતી ન હતી.
કુલ ૧૮ પુરાણો છે.
તેમાંથી મત્સ્ય, વાયુ, વિષ્ણુ, બ્રાહ્મણ અને
ભાગવત એમ ફકત પાંચ પુરાણોમાંજ જ રાજાઓની વંશાવલી મળે છે.
વિષ્ણુપુરાણ : વિષ્ણુપુરાણમાંથી
મૌર્ય વંશ માહિતી મળે છે.
વાયુપુરાણ : વાયુ
પુરાણમાંથી ગુપ્ત વંશ વિશે માહિતી મળે છે.
મત્સ્યપુરાણ :
પુરાણોમાં મત્સ્યપુરાણ સૌથી પ્રાચીન અને સૌથી વધુ પ્રામાણિક ગ્રંથ છે.
મત્સ્યપુરાણમાંથી આંધ્ર સાતવાહન વિશે માહિતી મળે છે.
મનુસ્મૃતિ :
સ્મૃતિગ્રંથોમાં
સૌથી પ્રાચીન અને સૌથી વધુ પ્રામાણિક ગ્રંથ મનુસ્મૃતિ છે.
તે શૃંગકાળનો
પ્રમાણિત ગ્રંથ છે.
નારદસ્મૃતિ :
નારદસ્મૃતિમાંથી ગુપ્તયુગ વિશે માહિતી મળે છે.
જાતક :
જાતકમાં
ભગવાન બુદ્ધની પૂર્વજન્મની કથાનું વર્ણન છે.
કથાવસ્તુ :
‘કથાવસ્તુ’
એ હીનયાનનો મુખ્યગ્રંથ છે. જેમાં અનેક કથાઓ દ્વારા ભગવાન બુદ્ધનું
જીવનચરિત્ર વર્ણવવામાં આવ્યું છે.
આગમ :
જૈન સાહિત્યને આગમ તરીકે ઓળખવામાં આવે છે.
કલ્પસૂત્ર :
‘કલ્પસુત્ર’
માંથી જૈન ધર્મનો પ્રારંભિક ઇતિહાસ જાણી શકાય છે.
ભગવતી સૂત્ર :
જૈન
ગ્રંથ 'ભગવતી સૂત્ર' માંથી મહાવીરના જીવનકાર્યો તથા તેમના
અન્ય સમકાલિનો સાથેના તેમના સંબંધોનું વર્ણન મળે છે.
અર્થશાસ્ત્ર :
અર્થશાસ્ત્રના
લેખક ચાણકય છે, ચાણકયને કૌટિલ્ય તથા વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે.
અર્થશાસ્ત્રમાંથી
મૌર્યકાળના ઈતિહાસની માહિતી મળે છે.
કલ્હણ:
સંસ્કૃત
સાહિત્યમાં ઐતિહાસિક ઘટનાઓને ક્રમબદ્ધ લખવાનો સૌપ્રથમ પ્રયાસ કલ્હણે કર્યો છે.
રાજતરંગિણી : કલ્હણ
દ્વારા રચિત 'રાજતરંગિણી' માં કાશ્મિરના ઇતિહાસનું વર્ણન છે.
ચચનામા :
અલી મહમદ
દ્વારા રચાયેલ પુસ્તક ‘ચચનામા’ માં અરબોના સિંધ વિજયનું વૃત્તાંત છે.
અષ્ટાધ્યાયી :
અષ્ટાધ્યાયીએ
સંસ્કૃત ભાષાનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ છે.
પાણિની રચિત ‘અષ્ટાધ્યાયી'માંથી મૌર્યયુગ પહેલાનો ઇતિહાસ તથા મૌર્યયુગની રાજકીય અવસ્થાનો પરિચય મળે છે.
ઝાઝી સંહિતા :
કાત્યાયનનો
ગાર્ગીસંહિતા એક જ્યોતિષ ગ્રંથ છે.તેમાંથી ભારત પર થયેલા યવન આક્રમણનો ઉલ્લેખ મળે
છે.
મહાભાસ્ય :
પતંજલિ
કૃત મહાભાસ્યમાંથી શૃંગ વંશનો ઇતિહાસ મળે છે.
પતંજલિ પુષ્યમિત્ર
શૃંગના પુરોહિત હતા.
વિદેશી યાત્રીઓ
ભારતના ઈતિહાસ
વિશે વિદેશી યાત્રીઓ પાસેથી મળતી માહિતી આ પ્રમાણે છે :
(૧)
યુનાની રોમન લેખકો
હેરોડોટસ :
હેરોડોટસને
ઇતિહાસના પિતા માનવામાં આવે છે.
તેમના પુસ્તક ‘હિસ્ટોરિકા’માં ઇ.પૂ. ૫ મી સદીના ભારત-ફારસ સંબંધનું વર્ણન મળે છે.
મેગાસ્થનીઝ :
મેગાસ્થનીઝ સેલ્યુકસ નિકેટરના રાજદૂત હતા. તેઓ ચંદ્રગુપ્ત મૌર્યના રાજદરબારમાં આવ્યા હતા. તેમના પુસ્તક ‘ઇન્ડિકા’ માં મૌર્યયુગના સમાજ અને સંસ્કૃતિનું વર્ણન મળે છે.
ટોલેમી :
તેમણે બીજી સદીમાં ‘ભારતનું
ભૂગોળ’ નામનું પુસ્તક લખ્યું છે.
(૨)
ચીનના લેખકો
ફાહિયાન :
ફાહિયાન ગુપ્ત
નરેશ ચન્દ્રગુપ્ત બીજાના દરબારમાં આવ્યા હતા.
તેમણે
મધ્યપ્રદેશના સમાજ અને સંસ્કૃતિનું વર્ણન કર્યુ છે.
તેમણે મધ્યપ્રદેશના લોકોને સુખી અને સમૃદ્ધ કહ્યા છે.
હ્યુએનસાંગ :
તેઓ હર્ષવર્ધનના
શાસનકાળમાં ભારત આવ્યા હતા.
તેમના પુસ્તક ‘સી
યુ કી’ માં ૧૩૮ દેશોનું વર્ણન છે.
તેમણે હર્ષકાળના
સમાજ, ધર્મ અને રાજનીતિનું વર્ણન કર્યુ છે.
(૩)
અરબી લેખક
અલબરૂની :
અલબરૂની મહંમદ
ગઝની સાથે ભારત આવ્યો હતો.
અરબી ભાષામાં લખાયેલું તેમનું પુસ્તક ‘કિતાબ-ઉલ-હિન્દ’ કે ‘તહકીક-એ-હિન્દ’ (ભારતની ખોજ) ભારતીય ઇતિહાસ જાણવાનો એક મહત્વનનો સ્ત્રોત છે. તેમાં રાજપૂત કાલીન સમાજ, ધર્મ, રીત-રિવાજ, રાજનીતિ વગેરે વિશે માહિતી મળે છે.