એકવચનને s કે es પ્રત્યય લાગવાથી બહુવચન થાય
Book – Books
Pencil – Pencils
Tree – Trees
પણ જો નામને છેડે s,sh,ch,ss,x આવે તેમાં es પ્રત્યય લાગે
Dish – Dishes
Box – Boxes
Watch – Watches
Bench – Benches
Ass – Asses
નોંધ : જો નામને અંતે ch નું ઉચ્ચારણ ‘ક’ થાય તો બહુવચનમાં માત્ર s પ્રત્યય જ લાગે
Stomach સ્ટમક – Stomachs
નામને અંતે જો y આવે અને y પહેલા વ્યંજન હોય તો y
નો I કરી es પ્રત્યય લાગે
(વ્યંજનને અંગ્રેજીમાં consonant કહે છે)
City – Cities
Lady – Ladies
Story – Stories
નામને અંતે જો y આવે અને y પહેલા સ્વર હોય તો s પ્રત્યય લાગે
(સ્વરને અંગ્રેજીમાં vowel કહે છે)
Key – Keys
Day – Days
Way – Ways
નામને અંતે જો f કે fe આવે અને f નો
v કરી es પ્રત્યય લાગે
Wife – Wives
Knife – Knives
Thief – Thieves
તેમાં ઘણા આપવાદો પણ આવે છે તેને યાદ રાખવા
Roof – Roofs
Proof -Proofs
નામને અંતે જો o આવે તો બહુવચનમાં વધુ ભાગે es પ્રત્યય લાગે
Tomato – Tomatoes
Buffalo – Buffaloes
Hero – Heroes
પણ o ની પહેલા સ્વર હોય તો s લાગે
Zoo – Zoos
Radio – Radios
તેમજ મૂળ શબ્દને ટૂંકાવેલો હોય તો પણ s પ્રત્યય લાગે
Photo – Photos
Kilo – Kilos
અંદરના સ્વરને બદલવાથી થતાં બહુવચન
Man – Men
Tooth – Teeth
Foot -Feet
en પ્રત્યય લાગવાથી થતાં બહુવચન
Child – Children
Ox – Oxen
જોડીને આવતા સમાસવાળા નામનું બહુવચન કરવા મુખ્ય નામને s પ્રત્યય લાગીને થાય
(દરેકનો તફાવત પણ યાદ રાખવો – મુખ્ય નામ આવશે તેનું બહુવચન થશે)
Daughter-in-law – Daughters-in-law
Mother-in-law – Mothers-in-law
Water-melon – Water-melons
Grown-up – Grown-ups
Gentleman-doctor – Gentlemen-doctors
સંયુક્તનામને અંતે જો ful આવે તો તેની પાછળ s લાગી બહુવચન થશે
Handful – Handfuls
Armful – Armfuls
નોંધ :
અમુક નામ હમેશા બહુવચનમાં જ આવશે. (ઉદા. Scissors કાતર – કેમ કે તે બે ભાગની બનેલી છે)
કેટલાક વિષયો,રોગો,રમતો,ભૂગોળને આધારે
આવતા નામો એવા કેટલાક નામોની પાછળ પણ s આવતું હોય છે. (mathematics, physics, piles, billiards, innings, The United States etc.)
અમુક નામોના એકવચન અને બહુવચનના અર્થ જુદા હોય છે.(Arms – હાથ પણ Arms -હથિયાર
Spectacle – દ્રશ્ય પણ Spectacles – ચશ્માં)