શિક્ષણનો અર્થ અને તેની વ્યાખ્યાઓ
શિક્ષણ માનવના વિકાસનું એક મૂળ સાધન છે.
શિક્ષણ એ માનવ વિકાસની પ્રક્રિયાના રૂપમાં જન્મથી મૃત્યુ
સુધી નિરંતર ચાલતી પ્રક્રિયા છે.
શિક્ષણ જ માનવને યોગ્ય,સભ્ય અને
સંસ્કારી બનાવે છે.
“જેવી રીતે છોડનો વિકાસ ખેતી દ્વારા થાય છે તેવી
જ રીતે માનવનો વિકાસ શિક્ષણ દ્વારા થાય છે.” – જ્હોન લોક
શિક્ષણ દ્વારા જ માનવ પ્રગતિના સ્ત્રોતોની જાણકારી મેળવી તેને જીવન માટે ઉપયોગી,અનુકૂળ અને આનંદપૂર્ણ બનાવે છે.
શિક્ષણ દ્વારા જ જન્મથી લઈ તે બૌધિક અને સામાજિક માનવ બને
છે.
“જેવી રીતે શારીરિક વિકાસ માટે ભોજમની મહત્તા હોય છે,તેવી જ રીતે સામાજિક વિકાસ માટે શિક્ષણનું મહત્વ હોય છે.” – ડ્યુઈ
શિક્ષણનો શાબ્દિક અર્થ
ભારતીય વિચારધારા મુજબ અને પશ્ચિમી વિચારધારા મુજબ
ભારતીય વિચારધારા મુજબ શિક્ષણનો અર્થ
શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાના ‘શિક્ષ્’ ધાતુથી બનેલો છે.
તેનો અર્થ થાય છે શીખવું કે શીખવવું
શીખવું કે શીખવવાની ક્રિયા એટલે શિક્ષણ.
શિક્ષણ નિરંતર ચાલતી જેના માધ્યમથી એક વ્યક્તિ પોતે શીખે છે
અને બીજાને શીખવે છે.
શિક્ષણને ‘વિધા’ પણ કહેવામા આવે
છે.અને તે સંસ્કૃતના ‘વિદ્દ’ ધાતુથી
બનેલો છે.તેનો અર્થ થાય છે જાણવું/જ્ઞાન પ્રાપ્ત કરવું/શીખવું.
ટૂંકમા શિક્ષણએ શીખવું-શીખવવું,જાણવાની કે જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.
પશ્ચિમી વિચારધારા મુજબ શિક્ષણનો અર્થ
શિક્ષણને અંગ્રેજીમા Education કહે છે.અને તે લેટિન ભાષાના શબ્દનો
બનેલો.
Educatum : E + Duco
અંદરથી આગળ વધવું/વિકાસ કરવો/બહાર નીકળવું.
બાળકની આંતરિક શક્તિઓનો વિકાસ કરવો.
Educare
આગળ વધવું/બહાર નીકળવું/વિકસિત કરવું (to bring
up,to raise)
Educare
વિકસિત કરવું/નીકળવું(to lead out)
શિક્ષણની ભારતીય વ્યાખ્યાઓ :
“શિક્ષણ એ છે જે મુક્તિ અપાવે.” (સા વિધા યા વિમુક્તયે) –
શંકરાચાર્ય
“મનુષ્યની આંતરિક પૂર્ણતાને અભિવ્યક્ત કરવું એ જ શિક્ષણ
છે.” – સ્વામી વિવેકાનંદ
“બાળક અને મનુષ્યનો શરીર,મન અને
આત્માનો સર્વાંગીણ અને સર્વોત્કૃષ્ટ વિકાસ એટલે શિક્ષણ.” – મહાત્મા ગાંધી
“સર્વોત્તમ શિક્ષણ એ છે જે આપણને માત્ર સૂચના જ નહીં પણ
સંપૂર્ણ રીતે આપણા જીવનને સુમેળવાળું બનાવે.” – રવીન્દ્રનાથ ટાગોર
“શિક્ષણ મન અને આત્માની શક્તિઓનું નિર્માણ કરે છે,તે જ્ઞાન,ચરિત્ર અને સંસ્કૃતિનો ઉત્કર્ષ કરે છે.” –
અરવિંદ ઘોષ
“શિક્ષણ માનવ અને સમાજ માટે નિર્માણકારી હોવું જોઈએ.” –
ડો.એસ.રાધાકૃષ્ણન
શિક્ષણની પશ્ચિમી વિચારધારા મુજબની વ્યાખ્યાઓ :
“સ્વાસ્થ્ય શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ જ શિક્ષણ છે.” –
અરસ્તુ(એરિસ્ટોટલ)
“શિક્ષણનું કર્યા મનુષ્યના શરીર અને આત્માને તેવી પૂર્ણતા
પ્રદાન કરવાનું છે જેના માટે તે યોગ્ય છે.” – પ્લેટો
“શિક્ષણનો અર્થ આંતરિક શક્તિઓને બહારના જીવન સાથે સ્થાપિત
કરવાનો છે.” – હર્બટ સ્પેનસર
“શિક્ષણ વ્યક્તિની એવી બધી યોગ્યતાઓનો વિકાસ છે જે ફોટામાં
પર્યાવરણ ઉપર નિયંત્રણ રાખવાની અને પોતાની સંભાવનાઓને પૂર્ણ કરવાનું સામર્થ્ય
પ્રદાન કરે છે.” – જ્હોન ડ્યુઈ
“શિક્ષણ એક પ્રક્રિયા છે જેના દ્વારા બાળક પોતાની આંતરિક
શક્તિઓને બહાર લાવે છે.” – ફ્રોબેલ
“શિક્ષણ મનુષ્યની જન્મજાત શક્તિઓને સ્વાભાવિક,સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ છે.” – પેસ્તોલોજી
“શિક્ષણ વ્યક્તિની એ પૂર્ણતાનો વિકાસ છે,જેની તેમાં ક્ષમતા છે.” – કાન્ટ
“સારા નૈતિક ચરિત્રનો વિકાસ જ શિક્ષણ છે.” – હર્બટ
“શિક્ષણનો અર્થ સંસારના એ સર્વમાન્ય વિચારોને પ્રકાશમાં
લાવવાનો છે,જે પ્રત્યેક મનુષ્યના મનમાં વિધમાન હોય છે.”
– સુકરત
“શિક્ષણ કાર્ય સબંધી મેળવેલ/કેળવેલ આદતોનું સંગઠન છે જે
વ્યક્તિને તેના ભૌતિક અને સામાજિક વાતાવરણમા યોગ્ય સ્થાન અપાવે છે.” - જેમ્સ