બચાવ પ્રયુક્તિઓ : (માનસિક પ્રયુક્તિઓ, અનુકૂલન પ્રયુક્તિઓ )

 "વ્યક્તિ હતાશા કે વૈફલ્યમાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓનો આશય લે છે તે પ્રયુક્તિઓને બચાવ પ્રયુક્તિઓ કહે છે."


બચાવ પ્રયુક્તિઓને અંગ્રેજીમાં Defence Mechanism કહે છે.


વિવિધ બચાવ પ્રયુક્તિઓ:

૧. તાદાત્મ્ય : કેટલાંક પોતાની જાતને તેન્ડુલકર, બચ્ચન, ગાંધીજી,સરદાર પટેલ માને છે.


૨. આક્રમકતા : આચાર્યના વર્તનથી દુભાયેલા વિદ્યાર્થીઓ આંદોલન કરે, તોડફોડ કરે.


૩. સ્થાનાંતર : સાસુથી દુભાયેલી વહુ બાળકોને મારે, આચાર્યથી દુભાયેલો શિક્ષક વિદ્યાર્થીને મારે. ૪. પ્રક્ષેપણ : (યૌક્તિકીકરણ) : શિક્ષક શાળામાં મોડા પહોંચવા માટે ટ્રાફિકનો દોષ કાઢે છે.


૫. ઊર્ધીકરણ : બાળકોની લડાયકવૃત્તિને ઊર્વીકૃત કરવા માટે રમત-ગમત સ્પર્ધાનું આયોજન.


૬. ક્ષતિપૂર્તિ : ગણિતમાં નિષ્ફળતા મેળવનાર વિદ્યાર્થી રમતમાં-સંગીતમાં-ચિત્રકલામાં પ્રાવીણ્ય મેળવે.


૭. પરોક્ષ ક્ષતિપૂર્તિ : પિતા ડોક્ટર બની શક્યા ન હોવાથી પોતાના બાળકને ડોક્ટર બનાવે.


૮. દમન : અનૈતિક -ખરાબ વિચારોને અજાગૃત મનમાં ધકેલી દે છે.


૯. દિવાસ્વપ્ન : ભૂખ્યો માણસ ખોરાક મેળવવાની કલ્પના કરે, ગમતા પાત્રને મળ્યાનો આનંદ માણે.


૧૦. પરાગતિ : મોટી વ્યક્તિ નાના બાળક જેવું વર્તન કરે. કાલું કાલું બોલે. ઘૂંટણીયા તાણે. માથું પછાડે.


૧૧. આત્મકેન્દ્રીપણું : (અહમ કેન્દ્રિતા) : વાત વાતમાં બડાઈ હાંકવી, વટ મારવો, પોતાના વખાણ કરવા, સભામાં મોટેથી બોલવું.


૧૨. નકારાત્મકતા : તરુણ વિદ્યાર્થીઓને શિક્ષકો તરફ રોષ હોય છે. ઘરમાં વડીલો સામે આવું વલણ જોવા મળે છે.


૧૩. અલિપ્તતા : આબરૂ જવાના ડરથી સ્પર્ધામાંથી દૂર રહેવું.


૧૪. શારીરિક દર્દ : પરીક્ષા વખતે વિદ્યાર્થીને માથું દુખે, ઝાડા થઈ જાય, પેટમાં દુખે.


૧૫. સ્થિરીકરણ : કોઈ એક અવસ્થામાં સ્થિર થઈ જાય, ઝડપથી આગળ વધી શકે નહીં.


૧૬. પ્રતિક્રિયા : જે વ્યક્તિ પ્રત્યે રોષ કે ઘૃણા હોય તે છુપાવીને પ્રેમભર્યો, મિત્રતાભર્યો વ્યવહાર કરે.