Adsorption Quiz Part 02(અધીશોષણ પ્રશ્નોત્તરી ભાગ 02)

અધીશોષણ સાથે સંકળાયેલ પ્રશ્નોત્તરી ભાગ 02 Adsorption Online Quiz
Q1. ફુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં log(x/m) → logPના આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું મળે છે ?
1/p
1/n
1/a
-K

Q2. લેંગ્યુરે કયા સિદ્ધાંત પર આધારિત સમતાપી ઊપજાવ્યું ?
વાયુના ગતિમય સિદ્ધાંત
ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત
અથડામણનો સિદ્ધાંત
તરંગયંત્રશાસ્ત્રના સિદ્ધાંત

Q3.લેંગ્યૂર અધિશોષણ સમતાપી સમીકરણ નીચેના પૈકી કયું છે ?
m/x = (1 + bp)/(ap)
x/m = (ab)/(1 + bp)
x/m = (ap)/(1 + bp)
x/m = (ap)/(1 + bc)

Q4. નીચા દબાણે લેંગ્યૂર અધિશોષણ સમતાપીનું સ્વરૂપ કયું યોગ્ય છે ?
x/m = a/b
x/m = ap
x/m = (ap)/(1 + bp)
x/m = b/a

Q5. લેંગ્યૂર અધિશોષણ સમતાપીમાં m/x 1 p hat tl આલેખ દોરતાં ઢાળનું મૂલ્ય કેટલું મળે ?
1/n
b/a
a/b
K

Q6. ઘન અધિશોષક પર થતા વાયુના અધિશોષણ માટે નીચેનામાંથી કયું પરિબળ આધાર રાખતું નથી ?
અધિશોષકના વિશિષ્ટ ક્ષેત્રફળ
વાયુનું દબાણ
તાપમાન
અધિશોષકનું કદ

Q7. નીચેનામાંથી કયું વિધાન ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીની મર્યાદા માટે યોગ્ય નથી ?
આ સમતાપી દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે.
અચળાંકો K અને n તાપમાન સાથે બદલાય છે.
આ સમતાપી માત્ર સૈદ્ધાંતિક છે. તેની કોઈ પ્રાયોગિક સાબિતી નથી.
આ સમતાપી ઊંચા દબાણે વિચલન દર્શાવે છે.

Q8. ઘન અધિશોષક પર થતા વાયુના અધિશોષણ માટે લેંમ્પૂર અધિશોષણ સમતાપી અનુસાર...
સપાટી પર માત્ર એક જ સ્થાને અધિશોષણ એક જ સમયે એક કરતાં વધુ અણુઓને રોકી રાખે છે.
સપાટી પર નિશ્ચિત સ્થાને અથડાતાં અણુઓનું દળ દબાણના સમપ્રમાણમાં હોય છે.
સપાટી પર નિશ્ચિત સ્થાને અથડાતા અણુઓનું દળ દબાણથી સ્વતંત્ર હોય છે.
અધિશોષિત અણુઓનો વિયોજન દર અણુઓથી રોકાયેલ સપાટી પર આધારિત નથી.

Q9. ઘન અધિશોષક પર વાયુમય અધિશોષિતના અધિશોષણને નિશ્ચિત તાપમાને આપેલ વાયુના દબાણ સાથે કેવો સંબંધ હોય ?
x/m = K P ^ (1/n)
m/x = K P ^ n
x/m = K P ^ n
x/m = P K ^ (1/n)

Q10. ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપીમાં 1/n નું મૂલ્ય……………….. છે.
ભૌતિક અધિશોષણમાં 1 (એક)
રાસાયણિક અધિશોષણમાં 1 (એક)
બધા કિસ્સાઓમાં 0 અને 1ની વચ્ચે
બધા કિસ્સાઓમાં 2 અને 4ની વચ્ચે