ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ – 2023 (GPU Bill 2023 - Gujarat Public University Bill 2023)

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ – 2023

  • પ્રધ્યાપકોની નિમણૂક, બદલી, યુનિવર્સિટીઓની કામગીરી તેમજ સરકારી ગ્રાન્ટના નિર્ણયો રાજ્ય સરકાર હસ્તક થશે.
  • સરકારની પૂર્વમંજૂરી વગર યુનિવર્સિટી અધ્યાપકો,અધિકારીઓ કે કર્મચારીઓની નવી જગ્યાઓ ઊભી નહીં કરી શકે.
  • યુનિવર્સિટીની સ્થાવર મિલકતના વેચાણ કે ભાડા બાબતે સરકારની પૂર્વમંજૂરી જરૂરી.
  • નિર્ધારિત કરેલ ભંડોળને પૂર્વમંજૂરી વગર વાપરી શકશે નહીં.
  • પ્રોફેસર ટ્યુશન કરાવી નહીં શકે.
  • રાજ્ય સરકાર પ્રમાણે યુનિવર્સિટીનું નાણાકીય વર્ષ રહેશે.
  • મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડો.બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ગુરુ ગોવિંદ યુનિવર્સિટીને અસર થશે.
  • રાજ્યની સરકારી યુનિવર્સિટીઓનું એક જ કાયદાથી નિયમન થાય.
  • તમામ યુનિવર્સિટીમાં કોમન અભ્યાસક્રમ હશે.
  • એક જ સમયે તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા લેવામાં આવશે.
  • અભ્યાસક્રમમાં 20% સ્થાનિક પરિસ્થિતીને ધ્યાને રાખી ફેરફાર થશે.
  • વિધાર્થીઓને અધવચ્ચે પ્રવેશની સમસ્યામાંથી મુક્તિ મળશે.
  • કોમન એક્ટ મુજબ દરેક યુનિવર્સિટીનો અભ્યાસક્રમ સમાન રહેવાનો હોવાથી અભ્યાસ માટે વિધાર્થીઓ વચ્ચેથી પણ યુનિવર્સિટી બદલી શકશે.
  • સેનેટ,સિન્ડિકેટ, વિધાર્થીસંઘની ચૂંટણી દૂર થશે.(લોકતાંત્રિક પ્રક્રિયા દૂર થશે. તેથી વિધાર્થી – અધ્યાપકનું પ્રતિનિધિત્વ ખાતાં થશે)
  • પ્રોફેસરની બદલી થશે.
  • કુલપતિની નિમણૂકમાં રાજ્ય સરકારની ભૂમિકા રહેશે.
  • ખાનગી યુનિવર્સિટી એક્ટ લાગુ પડશે.
  • કર્મચારીની બઢતી, બદલી તેવી તમામ બાબત રાજ્ય સરકાર હસ્તક રહેશે.
  • યુનિવર્સિટીની સ્વયતતા સંપૂર્ણપણે દૂર થશે.