ગુજરાત સરકાર GSSSB (ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ) ની નવી પરીક્ષા પધ્ધતિ 2023 વર્ગ -3

ગુજરાત સરકાર GSSSB (ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ) ની નવી પરીક્ષા પધ્ધતિ 2023 વર્ગ -3

પ્રારંભિક પરીક્ષા

1.પરિશિષ્ટ – A માં દર્શાવ્યા મુજબની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષાથી કરવામાં આવશે.

2.મુખ્ય પરીક્ષા માટે બે ગ્રૂપમાં અલગ મેરીટ પ્રદાન કરવામાં આવશે.(Group-A અને Group-B)

Group A

જિલ્લા કલેક્ટર,સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ,સિનિયર ક્લાર્ક અને હેડ ઓફિસ હેઠળ જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે વર્ણનાત્મક કસોટી.

Group B

જિલ્લા કલેક્ટરની કચેરી હેઠળની જગ્યાઓ સિવાયના જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે MCQ ટેસ્ટ

 

  • મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવેલ ઉમેદવારોની સંખ્યા,ઉપલબ્ધતાને આધીન Group A અને Group B માં જાહેર કરાયેલી ખાલી જગ્યાઓની સંખ્યા કરતાં સાત ગણી હોવી જોઈએ.
  • પ્રિલિમિનરી પરીક્ષાનું મધ્યમ પ્રશ્નપત્રમાં આપેલા મુજબ ગુજરાતી અથવા અંગ્રેજી હોવું જોઈએ.
  • ઉમેદવારે પ્રારંભિક પરીક્ષા માટે અરજી સબમિટ કરતી વખતે Group A અથવા Group B અથવા બંને માટે પસંદગી ભરવાની રહેશે.
  • જે ઉમેદવારોને બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે લાયક જાહેર કરવામાં આવ્યા છે તેઓએ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી સમય મર્યાદામાં આવા ફોર્મમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફી સાથે ફરીથી અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારની વય 20 વર્ષથી વધુ હોવી જોઈએ.

ભાગ ૧ : તમામ સંવર્ગ માટે સામાન્ય પ્રિલિમિનરી પરીક્ષા માટેની યોજના

સમય : ૦૧ કલાક

ક્રમ

ટોપીક

ગુણ

રીઝનિંગ

૪૦ ગુણ

ક્વોન્ટીટેટીવ એપ્ટિટ્યુડ

૩૦ ગુણ

અંગ્રેજી

૧૫ ગુણ

ગુજરાતી

૧૫ ગુણ

 

 

૧૦૦ ગુણ

Group A માટે મુખ્ય પરીક્ષા માટેની યોજના

પેપર ક્રમાંક

વિષય

ગુણ

સમય અવધિ

ગુજરાતી ભાષા કૌશલ્ય

૧૦૦

૧ કલાક

અંગ્રેજી ભાષા કૌશલ્ય

૧૦૦

૧ કલાક

સામાન્ય અભ્યાસ

૧૫૦

૧ કલાક

 

કુલ ગુણ

૩૫૦

 3 કલાક

ત્રીજા પેપર(સામાન્ય અભ્યાસ)માં ઇતિહાસ,વારસો,બંધારણ,ઈકોનોમી,વિજ્ઞાન અને ટેક્નોલોજી,જાહેર વહીવટ વગેરે આવશે.


પરીક્ષામાં કરેલા ફેરફારો :

  • અપર ક્લાસ ૩ અને લોવર ક્લાસ ૩ એમ બે પ્રકાર પડશે.
  • અપર ક્લાસ ૩માં બે પરીક્ષા લેવામાં આવશે.જેમ કે પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષા.જેમાં પ્રિલિમિનરીમાં ઓછામાં ઓછા ૪૦ ગુણ લાવવા પડશે.ત્યારબાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.મુખ્ય પરિક્ષાના ગુણ અંતિમ પસંદગીમાં ગણવામાં આવશે.

લોવર ક્લાસ ૩માં માત્ર ૨૦૦ગુણનું પેપર ૨ કલાક માટે લેવામાં આવશે.

લોવર ક્લાસ ૩માં માત્ર ૨૦૦ગુણનું પેપર ૨ કલાક માટે લેવામાં આવશે.

ટોપીક

ગુણ

સમય

અંગ્રેજી

૨૦

૨ કલાક

ગુજરાતી

૨૦

બંધારણ,જાહેર વહીવટ,RTI,CPS,PCA

૩૦

ઇતિહાસ,ભૂગોળ,વારસો

૩૦

ઈકોનોમી,વિજ્ઞાન અને ટેક્નોલોજી,પર્યાવરણ

૩૦

કરંટ અફેર્સ

૩૦

ગણિત અને રીઝનિંગ

૪૦

કુલ ગુણ

૨૦૦

 

કોઈપણ ક્લાસ વર્ગ ૩માં હવે કમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહીં.

ફેરફાર કરવામાં આવેલ બાબતોનો સારાંશ

  • રાજ્ય સરકારે હેડ ક્લાર્ક,સિનિયર ક્લાર્ક,જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટેના નવા પરીક્ષા નિયમોની જાહેરાત કરેલી છે.
  • તેમાં હવેથી પરીક્ષા બે તબક્કામાં રહેશે.જેમાં પહેલી પ્રિલિમિનરી પરીક્ષા એલિમિનેશન પ્રકારની હશે.તેમાંથી ખાલી જગ્યાને અનુલક્ષીને સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
  • મુખ્ય પરીક્ષાના ગુણને આધારે મેરીટ યાદી બનાવવામાં આવશે.
  •  પરીક્ષા પધ્ધતિને અનુલક્ષીને ક્લાર્ક સંવર્ગને મુખ્ય બે જૂથમાં વહેંચવામાં આવેલા છે.
  • Group A માં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સચિવાલય સંવર્ગના ઓફિસ આસિસ્ટન્ટઅને જિલ્લા કલેકટરની કચેરી ખાતેના જુનિયર ક્લા ર્કનો સમાવેશ થાય છે.
  • Group B માં જિલ્લા કલેક્ટર કચેરી સિવાયના ખાતાના વડાની કચેરીના જુનિયર કારકુનનો સમાવેશ થાય છે.  
  • જેમાં Group A માં કે Group B માં કે બંનેમાં ઉમેદવારી નોંધાવી શકે છે.
  • Group A અને Group B માટે અલગ મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે અને પ્રત્યેક Groupમાં રહેલી સંવર્ગની કુલ જગ્યાના આશરે સાથ ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે.
  • પ્રત્યેક ગ્રુપમાં રહેલ સંવર્ગોની કુલ જગ્યાના આશરે ૨ ગણા ઉમેદવારોને મેરીટ મુજબ પ્રમાણપત્ર ચકાસણી માટે પસંદ કરવામાં આવશે,ત્યારબાદ મેરીટ આધારિત લાયક ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે.
  • GSSSBની સૂચના અનુસાર ઉમેદવારો જગ્યા માટે તેમની પસંદગી ઓનલાઈન આપી શકશે અથવા મંડળ ખાતે મેરીટ મુજબ રૂબરૂ હજાર રહીને તેમણે ઉપલબ્ધ જગ્યાઓ પૈકી પસંદગી કરીને જે તે જગ્યા કે કચેરી કે સંવર્ગની ફાળવણી મેળવી શકશે.મંડળ દ્વારા ફાળવણી થયેલ ઉમેદવારોની જે તે કચેરી અને મહેસૂલ વિભાગને ભલામણ કરવામાં આવશે.
  • Group Aમાં સમાવેશ થયેલ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેના જુનિયર કારકુન સંવર્ગમાં ઉમેદવારી નોંધાવતાં ઉમેદવારોએ મહત્તમ ત્રણ જિલ્લા અંગેની પસંદગી આપવાની રહેશે.
  • મહેસૂલ વિભાગ ખાતે પસંદગી પામતા અને ભલામણ કરાયેલ ઉમેદવારોને જિલ્લા ફાળવણી મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવશે.ઉમેદવારને પોતાની પસંદગીના ત્રણ જીલ્લામાં જો મેરીટ અનુસાર પસંદગી ણ મળે તો જિલ્લા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયેથી ખાલી જગ્યાઓના આધારે જિલ્લાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવશે અને બાકી રહેલ ઉમેદવારોને જિલ્લાની ફાળવણી કરવામાં આવશે.
  • વેઇટિંગ લિસ્ટ હવે મૂકવામાં આવશે નહીં.