પરિકલ્પનાની વ્યાખ્યા,પ્રકૃતિ અને સ્ત્રોત (Hypothesis-Definition, Nature and Source)

 પરિકલ્પનાની વ્યાખ્યા,પ્રકૃતિ અને સ્ત્રોત

પરિકલ્પના શબ્દ પરિ + કલ્પના એમ બે શબ્દોથી બનેલો છે.

પરિનો અર્થ થાય છે – ચારે બાજુ

કલ્પનાનો અર્થ થાય છે – ચિંતન

ચારે બાજુ ચિંતન કરવું

આમ પરિકલ્પનાનો અર્થ કોઈ સમસ્યા સબંધિત સમસ્ત સંભવિત સમાધાન ઉપર વિચાર કરવાનો છે.

સંશોધન કાર્ય પરિકલ્પનાના નિર્માણ અને તેના પરીક્ષણ વચ્ચેની પ્રક્રિયા છે.

પરિકલ્પનાના નિર્માણ વગર કોઈ પ્રયોગ કે કોઈ વૈજ્ઞાનિક વિધિના સંશોધન શક્ય નથી.

વાસ્તવમાં પરિકલ્પના વગર સંશોધન કાર્ય એક ઉદ્દેશ્યહિન ક્રિયા છે.

 

વ્યાખ્યાઓ :

પરિકલ્પનાને બે કે બે થી વધુ ચલો વચ્ચેના સંબંધનું વિધાન માનવમાં આવે છે.  – કરલિંગર

પરિકલ્પના એક ધારણા અથવા તર્કવાક્ય છે જેની સ્થિરતાની પરીક્ષા તેની અનુરૂપતા,ઉપયોગ,અનુભવજન્ય પ્રમાણ તથા પૂર્વજ્ઞાનના આધાર પર કરવાની છે. – મોલે

પરિકલ્પના,એ વાતનું વર્ણન કરે છે કે આપણે શું જોવા માંગીએ છીએ.પરિકલ્પના ભવિષ્ય તરફ જોવે છે.તે એક તર્કપૂર્ણ કઠણ છે.જેની વૈધતાની પરીક્ષા કરવામાં આવે છે.તે સાચી પણ હોય શકે અને ખોટી પણ.  – ગુટ અને હૈટ

પરિકલ્પના બે કે વધુ ચલોના કાર્યક્ષમ સંબંધોના પરીક્ષણ યોગ્ય વિધાન છે.   – મૈકગુઇન

 

ટૂંકમાં વ્યાખ્યાઓના આધારે કહી શકાય કે પરિકલ્પના કોઈપણ સમસ્યા માટે દર્શાવવામાં આવેલો જવાબ છે જેની તર્કપૂર્ણ વૈધતાની તપસ કરી શકાય છે.તે બે કે વધુ ચલો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે તે સૂચવે છે અને સંશોધનના વિકાસનો ઉદ્દેશ્યપૂર્ણ આધાર પણ છે.

 

પરિકલ્પનાની પ્રકૃતિ

તે પરીક્ષણ માટે યોગ્ય હોવી જોઈએ.

તેનાથી શોધને સામાન્યથી વિશિષ્ટ અને વિસ્તૃતથી સીમિત તરફ કેન્દ્રિત કરી શકાય.

તેનાથી શોધ પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તર મળવા જોઈએ.

તે સત્યાભાસી અને તર્કયુક્ત હોવી જોઈએ.

તે પ્રકૃતિના જાણીતા નિયમોને પ્રતિકૂળ ન હોવી જોઈએ.

 

પરિકલ્પના સ્ત્રોત :

સમસ્યા સંબંધિત સાહિત્યનું અધ્યયન :

સમસ્યા સંબંધિત સાહિત્યનું અધ્યયન કરી યોગ્ય પરિકલ્પનાનું નિર્માણ કરી શકાય છે.

વિજ્ઞાન :

વિજ્ઞાનથી રચાયેલા સિધ્ધાંતો પરિકલ્પનાઓ જન્માવે છે.

સંસ્કૃતિ :

સંસ્કૃતિ પરિકલ્પનાની જનની હોય શકે છે.પ્રત્યેક સમાજમાં જુદા જુદા પ્રકારની સંસ્કૃતિ હોય છે.પ્રત્યેક સંસ્કૃતિ સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોમાં એકબીજાથી ભિન્ન હોય છે,તે ભિન્નતાના આધારે અનેક સમસ્યાઓ જન્મે છે અને જ્યારે આ સમસ્યાઓ સંબંધિત ચિંતન કરવામાં આવે છે ત્યારે પરિકલ્પનાઓનો જન્મ થાય છે.

વ્યક્તિગત અનુભવ :

વ્યક્તિગત અનુભવ પણ પરિકલ્પનાનો આધાર હોય છે પણ નવા સંશોધનકર્તા માટે તેમાં મુશ્કેલી છે.કોઈપણ ક્ષેત્રમાં જેનો અનુભવ જેટલો વધુ હોય તેને સમસ્યા શોધવામાં અને પરિકલ્પના બનાવવામાં એટલી જ સરળતા રહે છે.

રચનાત્મકતા ચિંતન :

તે પરિકલ્પનાના નિર્માણ માટે ખૂબ મોટો આધાર છે.

મુનરોએ આ સ્ત્રોત પર વધુ જોર આપેલું છે.

તેમણે તે માટે ચાર પદ આપેલા છે.

(1)તૈયારી

(2)વિકાસ

(3)પ્રેરણા

(4)પરીક્ષણ

એટલે કે કોઈ વિચાર આવે તેના ઉપર વિકાર કરી,તેના પર કાર્ય કરવાની પ્રેરણા મળે,પરિકલ્પનાનું નિર્માણ અને પરીક્ષણ કરવું.   

અનુભવી વ્યક્તિઓ સાથે ચર્ચા :

અનુભવી તેમજ વિષયના જાણકાર વ્યક્તિઓ સાથે ચર્ચા કરી કે માર્ગદર્શન મેળવી પરિકલ્પનાનું નિર્માણ કરી શકાય છે.

પહેલા થયેલા સંશોધનો :

સંબંધિત ક્ષેત્રમાં પહેલા થયેલા સંશોધનોના અવલોકનોથી જાણ થાય છે કે ક્યાં પ્રકારની પરિકલ્પના ઉપર કાર્ય કરવામાં આવેલું.તેના આધારે જ નવી પરિકલ્પના બનાવી શકાય છે.