ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- સ્થાપના : 1848
- સૌથી જૂની સંસ્થા
- ફાર્બસ સાહેબે
(એલેક્ઝેન્ડર ફાર્બસ) તેના ગુરુ દલપતરામના સહકાર દ્વારા ડિસેમ્બર,1848 માં ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ
માટે આ સંસ્થાની સ્થાપના કરેલી.(દલપતરામે કન્યા કેળવણીના કાર્યને પણ વેગ આપેલો)
- 1849માં ‘વર્તમાન’ નામનું
સાપ્તાહિક શરૂ કરાયું.
- 1850માં બુધ્ધિપ્રકાશ નામનું માસિક શરૂ કરાયું (ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્યિક સામાયિક)
- સ્વતંત્રતા બાદ ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’નું નામ ‘ગુજરાત વિધાસભા’માં
ફેરવાયું, હે હાલમાં અમદાવાદ ખાતે આવેલ છે.
- આ સંસ્થા દ્વારા સ્થપાયેલ હિમાભાઇ ઈન્સ્ટિટ્યૂટને હાલમાં નેટિવ લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે.
- બુધ્ધિવર્ધક સભાની સ્થાપના ૧૮૫૧માં કવિ નર્મદ અને તેના મિત્રોએ કરેલી.
ફાર્બસ ગુજરાતી સભા
- સ્થાપના : ૧૯૫૪
- મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મુંબઈ ખાતે આ સંસ્થાની સ્થાપના કરેલી.
- બુધ્ધિવર્ધક સભાના ગ્રંથ આ સંસ્થામાં સંગહીત કરાયેલા છે.
- ૧૯૩૨ થી ત્રિમાસિક મુખપત્રની શરૂઆત કરાઇ.
- સાહિત્ય સંસદ
- કનૈયાલાલ મુનશીએ
આ સંસ્થાની સ્થાપના કરેલી.તેમાં
ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ નામનો સંશોધન ગ્રંથ પ્રગટ કરેલો,તેમજ ‘ગુજરાત’ માસિક અને
ત્રિમાસિક શરૂ કરેલ.
નર્મદ સાહિત્ય સભા
- સ્થાપના : ૧૯૨૩
- આ સભાનું પહેલાનું નામ ગુજરાત સાહિત્ય મંડળ હતું જે ૧૯૩૯માં નર્મદ સાહિત્યસભા કરવામાં આવ્યું.
- ૧૯૪૦થી આ
સાહિત્યિક સંસ્થા દ્વારા કવિતા,નાટક,ઇતિહાસ વગેરે ના શ્રેષ્ઠ સર્જન માટે ‘નર્મદ સુવર્ણચંદ્રક’ આપવામાં આવે છે,જે દર પાંચ વર્ષે આપવામાં આવે છે.(પ્રથમ સુવર્ણચંદ્રક મેળવનાર-જ્યોતીન્દ્ર
દવે)
ગુજરાત વિધાપીઠ
- સ્થાપના : ૧૯૨૦ (ગાંધીજી દવારા)
- આ સંસ્થાનું
ધ્યાનમંત્ર : ‘સા વિધા ય
વિમુક્તએ’
- સામાયિકો :
પુરાતત્વ, સાબરમતી, શિક્ષણ અને
સાહિત્ય.
- પત્રો : નવજીવન,હરીજન અને યંગ
ઈન્ડિયા
- ૧૯૨૯માં સાર્થ ગુજરાતી જોડણીકોશની પ્રથમ આવૃતિ પ્રકાશિત કરેલી.
- ૨૦૦૫માં ગુજરાતી જોડણીકોશની પુરવણી પ્રકાશિત કરેલી.
- ભારતીય વિધાભવન
- સ્થાપના : ૧૯૩૮
- કનૈયાલાલ મુનશી દ્વારા આ સંસ્થાની સ્થાપના થયેલી જે મુંબઈ ખાતે આવેલી છે.
- કાર્ય : સાહિત્ય તેમજ સંસ્કૃતિના સંવર્ધન અને તેનો પ્રસાર પ્રચાર કરવાનું.
ગુજરાત સાહિત્ય અકાદમી
- સ્થાપના : ૧૯૮૨
- સ્થાન : અમદાવાદ
- તેના પ્રથમ પ્રમુખ મહમ્મદ માંકડ હતા.
- તેનું મુખ પત્ર શબ્દસૃષ્ટિ છે.
- ૧૯૬૦માં ભાષાના
વિકાસ માટે ગુજરાત રાજ્યમાં ભાષાનિયામક કચેરીની સ્થાપના થઈ,તેમાં ૧૯૭૮-૭૯ના સમયગાળા દરમિયાન અલગ અલગ
ભાષાની શરૂઆત થઈ.
- ૧૯૮૨થી તેને ગુજરાત સાહિત્ય અકાદમીમાં રૂપાંતરિત કરવામાં આવી અને તે સ્વતંત્ર સંસ્થા તરીકે ૧૯૯૩થી કાર્યરત થયેલી.
- સંસ્થા દ્વારા લેખકોને સહાય કરવામાં આવે છે તેમજ ઉત્તમ સાહિત્ય સર્જનને પુનઃમુદ્રણ માટે પણ સહાય કરે છે.
- તેમના દ્વારા ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
ગુજરાતી સાહિત્ય સભા
- સ્થાપના : ૧૯૦૪ (રણજિતરામ વાવભાઈ મહેતા દ્વારા)
- સ્થાન : અમદાવાદ
- આ સંસ્થાની રજત
જયંતીથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન કરનારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવે છે.(સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણીને લોકસાહિત્યના સંપાદક
તરીકે મળેલો)
ગુજરાતી સાહિત્ય પરિષદ
- સ્થાપના : ૧૯૦૫ (રણજિતરામ વાવભાઈ મહેતા દ્વારા)
- સ્થાન : અમદાવાદ
- તેનું મુખ પત્ર ‘પરબ’ જે ૧૯૬૦થી શરૂ
કરાયેલું અને ત્રિમાસિક ‘ભાષાવિમર્શ’
છે.
- ૧૯૦૫માં પ્રથમ પ્રમુખ ગોવર્ધનરામ ત્રિપાઠી
- ૧૯૨૦માં આનંદશંકર ધ્રુવ અને રમણભાઈ નીલકંઠે સેવા આપેલી.
- ૧૯૨૦ અતિથિ વિશેષ તરીકે રવિન્દ્રનાથ ટાગોર હતા.
- ૧૯૨૮-૫૫
કનૈયાલાલ મુનશીએ સેવા આપેલી.(૧૯૩૬ માં આયોજિત બારમાં પરિષદમાં પ્રમુખ પદે મહાત્મા ગાંધી રહેલા)(૧૯૫૮માં
પ્રથમ સમ્મેલન યોજાયેલું)
- ૧૯૮૧માં કલા સ્વાધ્યાય મંદિરનો આરંભ થયો.
- ૨૦૧૩માં આ સાંઠા
દ્વારા સંચાલિત ‘ગ્રંથવિહાર’ નામનું વેચાણ કેન્દ્ર ખુલ્લુ મુકાયું,જેનું
ઉદ્દઘાટન નિરંજન ભગતે કરેલું.
- આ સંસ્થા દ્વારા દર બે વર્ષે ૬૦ જેટલા પુરસ્કાર આપવામાં આવે છે.
પ્રેમાનંદ સાહિત્ય સભા
- સ્થાપના : ૧૯૧૬
- સ્થાન : વડોદરા
- આ સાહિત્ય
સભાનું નામ પહેલા વડોદરા સાહિત્ય સભા હતું,જે ૧૯૪૪માં બદલી પ્રેમાનંદ સાહિત્ય સભા કરવામાં આવેલું.
- આ સંસ્થા દ્વારા દર બે વર્ષે એવોર્ડ એનાયત કરવામાં આવે છે.