અધિગમનો અર્થ થાય છે શીખવું.
દરેક પ્રાણીઓનો તે જન્મજાત ગુણ છે અને તેમણે એક માનસિક પ્રક્રિયા માનવમાં આવે છે.
અધિગમએ કોઈ સ્થિતિ મુજબ તેના પ્રતિ એક સક્રિય પ્રતિક્રિયા છે.
સામાન્ય રીતે અનુભવો દ્વારા વ્યવહારમાં થતાં પરીવર્તનને અધિગમ કહે છે.
“પ્રગતિશીલ વ્યવહાર વ્યવસ્થાપનની પ્રક્રિયા અધિગમ કહેવાય છે.” – સ્કીનર
“અધિગમને નવા જ્ઞાન અને નવી પ્રક્રિયાઓને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે.” – વુડવર્થ
અધિગમના સિધ્ધાંત :
(1)ઉદ્દીપન-અનુક્રિયા સિધ્ધાંત
- થોર્નડાઈક,પાવલોવ,સ્કીનર,હલ,મિલર,ગુથરી,વોટસન,એસ્ટસ
- (a)પુનર્બલન સિધ્ધાંત : થોર્નડાઈક,પાવલોવ,સ્કીનર,હલ,મિલર
- (b)અપુનર્બલન સિધ્ધાંત : ગુથરી,વોટસન,એસ્ટસ
(2)શાસ્ત્રીય સંજ્ઞાનાત્મક સિધ્ધાંત :
- કોહલર,પિયાજે,ટોલમૈન,કોફકા,વર્ધિમર
(3)આધુનિક સંજ્ઞાનાત્મક સિધ્ધાંત :
- બ્રુનર,વેંડૂરા,ઈસાબેલ,વાલ્સ
મુખ્ય સિધ્ધાંતો :
થોર્નડાઈક – ઉદ્દીપક અનુક્રિયા અનુબંધ સિધ્ધાંત (S-R થીયરી)
કોહલર – સૂઝનો સિધ્ધાંત
પાવલોવ – સબળીકરણનો સિધ્ધાંત
સ્કીનર – સક્રિય અનુબંધ સિધ્ધાંત
લેવીન – ક્ષેત્ર સિધ્ધાંત
ટોલમૈન – ચિહ્ન અધિગમ સિધ્ધાંત
અધિગમના નિયમોને ક્રમમાં ગોઠવવાનો શ્રેય એડવર્ડ એલ.થોર્નડાઈકને જાય છે અને થોર્નડાઈકને
સંયોજનવાદના પિતા પણ માનવમાં આવે છે.
અધિગમના મુખ્ય નિયમ :
(1)તત્પરતાનો નિયમ
(2)અભ્યાસનો નિયમ
- (a)ઉપયોગનો નિયમ : કોઈ કામને વારંવાર કરવામાં આવે
તો તેને જલ્દી શીખી લેવાય છે.
- (b)અનુપયોગનો નિયમ : શિખેલા કામનો અભ્યાસ કે ઉપયોગ
ન કરવામાં આવે તો તે ભુલાઈ જાય છે.
(3)પ્રભાવનો નિયમ
અધિગમના ગૌણ નિયમ :
બહુઅનુક્રિયાનો નિયમ
માનસિક સ્થિતિ મનોવૃતિનો નિયમ
તત્વોની પૂર્વસમર્થતાનો નિયમ
સાદ્રશ્યતાનો દ્વારા અનુક્રિયાનો નિયમ
સાહચર્ય પરીવર્તનનો નિયમ
અધિનિયમ પ્રક્રિયાને પ્રભાવિત કરનાર કારકો :
શારીરિક કારકો : જ્ઞાનેન્દ્રિય,શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અને પરિપક્વતા
મનોવૈજ્ઞાનિક કારકો : બુધ્ધિ,રુચિ,અધિગમની ઈચ્છા
પર્યાવરણ સબંધિત કારક : વાતાવરણ