હાલ થોડા સમયથી B.Ed. પાસ કરેલા ઉમેદવારો કે જે TET, TAT પરીક્ષા ન આવેલી હોવાથી આપી શક્યા નથી તેથી તે ભરતી પ્રક્રિયામાં પણ ભાગ લઈ ન લઈ શકતા તેમના માટે ચિંતાનો વિષય બની ગયો છે કે,શું ભરતી પહેલા આવશે કે પરીક્ષા?
ચર્ચા એવી થઈ રહેલી છે કે TET,TAT ઉમેદવારોની ભરતી થોડા સમય અગાવ જ કરવામાં આવેલી છે અને ફરી ભરતી પ્રક્રિયા થવા જઇ રહી છે તે વાતોએ પણ વેગ પકડેલો છે.B.Ed. પાસ ઉમેદવારો કે જે TET, TAT પરિક્ષાથી વંચિત રહ્યા છે.તેમની માંગણી છે કે પહેલા પરીક્ષા લેવામાં આવે ભરતી ત્યારબાદ કરવામાં આવે.મુખ્ય રીતે એ પ્રશ્ન ચર્ચાઇ રહેલો છે કે શા માટે પહેલી ભરતી પ્રક્રિયામાં જ જે ભરતી કરવાની હતી તે ના કરી? હવે તો સરકાર જ જાણે ભરતી પહેલા થશે કે પહેલા પરીક્ષા લેવાશે !!!મુદ્દાની વાત કરીએ તો હવે આવનાર પરીક્ષા જો નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવે તો...!!!
ડો.કે.કસ્તૂરીરંગનની અધ્યક્ષતાવાળી સમિતિએ એક મુસદ્દો તૈયાર
કર્યો હતો.તેને અનુલક્ષીને 1986 પછી અંદાજે 34 વર્ષ પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ફેરફાર
થયો અને આ ફેરફાર 1968 તેમજ 1986 પછીનો ત્રીજો ફેરફાર છે.
પણ શિક્ષક મિત્રો બનવા માંગતા ઉમેદવારો માટે આ નીતિની પરીક્ષા
સાથે શું લેવાદેવા???
- જો તમને તમારી તૈયારી પર ભરોસો હોય તો તમે ચોક્કસ પણે તમારું સ્થાન એક શિક્ષક તરીકે સ્થાપિત કરી શકશો.
- ૧૦+૨ની ફોર્મેટની જગ્યાએ ૫+૩+૩+૪ની ફોર્મેટ મુજબ પાઠ્યક્રમ આવશે
અને ધોરણ ૬ તું પ્રોફેશનલ અને કૌશલ્ય વિકાસના કોર્સની શરૂઆત થવાની છે,તે ઉપરાંત ધોરણ ૫ સુધી અને સંભવ બને તો ધોરણ
૮ સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા,સ્થાનિક કે ક્ષેત્રીયભાષામાં
હશે.તેથી મોટાપાયે ભાષા શિક્ષકોને ફાયદો થવાનો છે.તે સાથે અન્ય વિષયોના શિક્ષકોની પણ
જરૂરિયાત ઊભી થશે.
કદાચ પરીક્ષા માટેનો આ વિલંબ દરેક માટે ફાયદાકારક સાબિત થઈ શકે
પણ ચોક્ક્સાઈથી કહેવું એ અતિશોયક્તિ ભરેલું કહેવાશે.
- ઉમેદવારો માટે શંકા શંકા સમાન બાબત એ ચર્ચાનો વિષય બનેલો છે
કે જે ભરતી પ્રક્રિયાનું માળખું નવી નીતિ મુજબનું છે તેમાં શું સંપૂર્ણપણે પારદર્શકતા
હશે કે નહીં?
આ બાબત જ ઉમેદવારો માટે ચિંતાનો વિષય છે.જો આ બાબત પ્રત્યે સંપૂર્ણ પારદર્શક્તા જળવાય
રહે તો દરેક ઉમેદવાર માટે આ શિક્ષણ નીતિ ખૂબ જ લાભકારક બની જશે.
ટૂકમાં કહીએ તો જો નવી શિક્ષણ નીતિ મુજબ કોઈ ભરતી આવશે તો ખૂબ
મોટી સંખ્યામાં ભરતી થશે જ.